For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, ડ્રીમ-11માં 59 રૂપિયાનું રોકાણ કરીને જીત્યા 2 કરોડ

12:51 PM May 08, 2022 IST | Sanju
ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ  ડ્રીમ 11માં 59 રૂપિયાનું રોકાણ કરીને જીત્યા 2 કરોડ

આ દિવસોમાં દેશભરમાં આઈપીએલ(IPL)એ ધૂમ મચાવી છે. ક્રિકેટ(Cricket) પ્રેમીઓ દરેક મેચની મજા માણી રહ્યા છે. ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકો કરોડપતિ પણ બની રહ્યા છે. આ નસીબદાર ક્રિકેટ પ્રેમીઓમાંથી એક રમેશ કુમાર(Ramesh Kumar) છે, જે બિહાર(Bihar)ના સારણ(Saran) જિલ્લાનો રહેવાસી છે. કાર ડ્રાઈવર રમેશે ડ્રીમ-11માં IPL ટીમ પસંદ કરીને 2 કરોડ જીત્યા છે.

Advertisement

DREAM-11 પર રમેશે પસંદ કરેલી IPL ટીમ દેશમાં નંબર વન હતી અને તેણે તેમાં 2 કરોડ જીત્યા હતા. ડ્રીમ 11 પર ટીમ બનાવીને કરોડપતિ બનેલા રમેશના ઘરમાં ખુશીનો માહોલ છે. કોઈ માની ન શકે કે તેની પાસે આટલી મોટી રકમ છે, જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું.

Advertisement

ભારતમાં ક્રિકેટ ચાહકોની કોઈ કમી નથી. લાખો લોકો ક્રિકેટ જુએ છે. પરંતુ, આ નસીબદાર ક્રિકેટ પ્રેમીઓમાંથી કેટલાક પૈસાદાર પણ બની જાય છે. સારણ નિવાસી રમેશ કુમાર પણ તેમના ભાગ્યશાળીઓમાંના એક છે. મળતી માહિતી મુજબ, રમેશ કુમાર સારણ જિલ્લાના અમનૌર બ્લોકના રસુલપુર ગામનો રહેવાસી છે. તેના પિતા સખત મહેનત-મજદુરી કરે છે.

Advertisement

રમેશ પોતે પશ્ચિમ બંગાળમાં કાર ચલાવીને બે પૈસા કમાય છે. જેથી ઘરમાં ભારણ-પોષણ થઇ શકે. હવે એ જ રમેશ જે કાર ચલાવે છે તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. અમનૌર પોલીસ સ્ટેશન વિસ્તારના કાજ રસુલપુર નિવાસી જગદીશ મહતોના પુત્ર રમેશ કુમારે DREAM-11 પર આવી IPL ટીમ બનાવી જે દેશમાં નંબર વન હતી. રમેશ અઠવાડિયા પહેલા પશ્ચિમ બંગાળથી તેના ઘરે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement