For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગોઝારા અકસ્માતમાં સગા બે ભાઈઓની જિંદગીનો આવ્યો કરુણ અંત, જીપ અને બુલેટ વચ્ચે ટક્કર લાગતાં નીપજ્યા મોત- 'ઓમ શાંતિ'

12:59 PM Mar 09, 2024 IST | V D
ગોઝારા અકસ્માતમાં સગા બે ભાઈઓની જિંદગીનો આવ્યો કરુણ અંત  જીપ અને બુલેટ વચ્ચે ટક્કર લાગતાં નીપજ્યા મોત   ઓમ શાંતિ

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના હાપુડમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં એક સ્પીડમાં આવતી જીપે બુલેટ(Uttar Pradesh Accident) સવાર બે ભાઈઓને ટક્કર મારી હતી. તેમજ આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. પોલીસે બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત વાહનો કબજે લેવાયા હતા.

Advertisement

બુલેટ સવાર બે ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત
હાપુડમાં માર્ગ અકસ્માત બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સિમરૌલી નવા બાયપાસ પાસે બુલેટને એક પુરપાટ ઝડપે આવતા બોલેરો જીપએ ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા. જેમાં બુલેટ સવાર બે ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ગુડગાંવ નિવાસી રાધેશ્યામ શ્રીવાસ્તવનો પુત્ર વિકાસ શ્રીવાસ્તવ તેના નાના ભાઈ 22 વર્ષીય વિશાલ શ્રીવાસ્તવ સાથે બુલેટ પર અલ્મોડાના જાગેશ્વર જવા નીકળ્યો હતો.

Advertisement

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
જ્યારે તે બાબુગઢ પોલીસ સ્ટેશનના સિમરોલી નવા બાયપાસ પાસે પહોંચ્યો ત્યારે એક ઝડપી બોલેરોએ તેની બુલેટને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ પર સવાર બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.આ સાથે જ બંને વાહનો જપ્ત કર્યા હતા.

Advertisement

બંને ભાઈઓના મૃત્યુ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે બાબુગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પટનેશ કુમારનું કહેવું છે કે બુલેટ અને બોલેરોની ટક્કરમાં બે ભાઈઓના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.

તો બીજી તરફ જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના હરસુંદી ગામમાં શુક્રવારે બપોરે બે બાઇક સામસામે અથડાયા હતા. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર બે યુવકોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement