Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાતમાં એક જ દિવસમાં 2 જગ્યાએ બની હીટ એન્ડ રનની ઘટના; થાર ચાલકે રિક્ષા ચાલકને હડફેટે લેતા ઘટના સ્થળે 1 નું મોત

06:24 PM May 22, 2024 IST | V D

Gujarat Hit and Run: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જેમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે, ત્યારે આજે હિટ એન્ડ રનની(Gujarat Hit and Run) બે ઘટના સામે આવી છે જેમાં ધોરાજીના માતાવાડી રોડ પર થાર જીપના ચાલકે સામેથી આવી રહેલી રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલા યુવાનનું મોત થયું હતું. જયારે રીક્ષામાં બેઠેલા અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ જીપ મૂકી ચાલક નાસી છૂટયો હતો.તો બીજી તરફ ખેડા જિલ્લામાં

Advertisement

ચારને ગંભીર ઇજા અને એકનું મોત
ધોરાજીના સરદાર પટેલ ચોક માતાવાડી વિસ્તારથી જીન મિલ રોડ ઉપર અજાણ્યો થાર ચાલક ગાડી નંબર જીજે 04 ea 0047 ચલાવીને આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતી રીક્ષાના ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને તેના પગલે રીક્ષા ઉંઘી વળી ગઇ હતી,

જેથી રીક્ષામાં બેઠેલા ચારને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં જુબેર ઈસ્માઈલભાઈ રહે ધોરાજી વાળાંને ઈજા થતાં મોત નિપજ્યું છે જ્યારે રહીશ અમીનભાઈ પટેલ (રીક્ષા ચાલક) તેમજ જય કિશન કનૈયાલાલ તેમજ કનૈયાલાલ સાધુરામ રહે જમનાવડ રોડ ધોરાજી કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરાજી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે.

Advertisement

રીક્ષા પલટી મારી જતાં અફરાતફરી
આ બનાવ ની જાણ થતાં ધોરાજી સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને થારનો ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો જ્યારે રીક્ષા પલટી મારી જતાં તેનો સામાન વેરવિખેર થઇ ગયો હતો.તેમજ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નડિયાદમાંથી હિટ એન્ડ રનની ઘટના
ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના નેશનલ હાઇવે પર આજે બુધવારે સવારે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ હાઈવેના ઓવરબ્રિજ પર પસાર થઈ રહેલ મોટરસાયકલને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થયો છે.‌ મોટરસાયકલ ચાલક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. અક્સ્માતની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તો માતર પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Next Article