For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સિંગણપોરની પંચવટી સોસાયટીના કોમન ઓપન પ્લોટ પર SMC એ મૂકેલા રિઝર્વેશન પર હાઈકોર્ટનો સ્ટે

05:27 PM Jun 15, 2024 IST | Drashti Parmar
સિંગણપોરની પંચવટી સોસાયટીના કોમન ઓપન પ્લોટ પર smc એ મૂકેલા રિઝર્વેશન પર હાઈકોર્ટનો સ્ટે

Surat Reservation News: સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નં 35 માં આવેલ પંચવટી સોસાયટીના કોમન પ્લોટ માં રિઝર્વેશન મુકવામાં આવ્યું હતું જેના વિરોધ માં સોસાયટીના રહીશોને હાઇકોર્ટ તરફથી રાહત મળી છે.  સોસાયટીના રહીશ ચનાભાઈ આસોદરીયા દ્વારા એડવોકેટ પાર્થ જે લખાણી તેમજ ચંદ્રેશ જે પીપળીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં એપ્લિકેશન (Surat Reservation News) દાખલ કરી દલીલ કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો હતો અને એસએમસી ને નોટિસ પણ ઇસ્યુ કર્યું હતું.

Advertisement

સિંગણપોરની પંચવટી સોસાયટીના કોમન પ્લોટ પર ટીપી સ્કીમ અંતર્ગત રીઝર્વેશનના મામલે સોસાયટીના રહીશોને કોર્ટમાંથી રાહત મળી છે. યથાસ્થિતિ જાળવવાની સાથે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાને નોટીસ પાઠવી હતી.

Advertisement

Advertisement

સુરત મહાનગરપાલિકા ના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 35 અંતર્ગત પંચવટી સોસાયટીના કોમન પ્લોટ પર રિઝર્વેશન મુકવામાં આવ્યું હતું. આ અંગેચનાભાઈ આસોદરીયા દ્વારા એડવોકેટ પાર્થ જે લખાણી (Adv Parth J Lakhani Surat) તેમજ ચંદ્રેશ જે પીપળીયા (Adv Chandresh J Pipaliya Surat) મારફતે હાઇકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરી દલીલ કરી હતી.

આ મામલે એડવોકેટે દલીલ કરતા જણાવ્યું કે કોમન પ્લોટ પર ખોટી રીતે રીઝર્વેશન મુકવામાં આવ્યું છે. ડ્રાફટ ટીપી સ્કીમ મંજુર કર્યા બાદ મનપા દ્વારા સોસાયટીઓ નકશો મંજુર કરી સોસાયટીને મંજુરી આપવામાં આવી હતી. જે બાદ જીલ્લા કલેકટરે પ્રીમીયમની રકમ સ્વીકારી જમીન બિનખેતી લાયક ટીકે મંજુર કરી હતી. હવે ટીપી સ્કીમ અંતર્ગત સોસાયટીના કોમન પ્લોટ પર જ રીઝર્વેશન મુકવામાં આવ્યું છે, જે ખોટું છે.

Advertisement

એડવોકેટની દલીલ સંભાળ્યા બાદ હાઇકોર્ટે પ્લોટની યથાસ્થિતિ જાળવવા આદેશ જાહેર કર્યો હતો અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને પણ નોટિસ પાઠવી હતી. જે બાદ સોસાયટીના રહીશોને રાહત મળી હતી.

Tags :
Advertisement
Advertisement