For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદ

01:50 PM Apr 21, 2024 IST | V D
ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદ

Nilesh Kumbhani form Cancelled: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. ભાજપના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે સત્તાવાર જાહેરાત થોડીવારમાં થશે. નિર્ણયના(Nilesh Kumbhani form Cancelled) વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે. તો કોંગ્રેસ હવે ગુજરાતમાં 23 બેઠકો પર ચૂંટણી લડશે.જપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી હતી, ત્યારે હવે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ કોંગ્રેસને મોટો ઝટકો લાગતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.

Advertisement

ફોર્મ રદ કરી દેવામાં આવ્યું
નિલેશ કુંભાણીના મામલે સુરત ક્લેક્ટર કચેરી ખાતે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અગાઉ બાબુ માંગુકીયાએ નિલેશ કુંભાણીના બચાવામાં રજૂઆત કરતા કહ્યું હતું કે અમારા ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અસલમ સાયકલવાલાએ કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો છે તેવો આરોપ લગાવ્યો હતો.

Advertisement

ટેકેદારો જ ન આવ્યા હોવાથી તપાસ થઈ શકી નથી
નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા
આજે સુરત ક્લેક્ટર કચેરી ખાતે પોલીસે ચૂસ્ત બદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ સુરત ક્લેકટ કચેરી ખાતે નિલેશ કુંભાણીના મામલે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તણુક કરીને કવરેજ કરવાથી દૂર રાખવા અને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી છે.

આ મામલો ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો હતો
જોધાણી ધ્વારા ટેકેદારોને લઈને લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કુંભાણીના ટેકેદારો સુરત મત વિસ્તારના નથી તેમજ તેમની સહી પણ ખોટી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હવે આ મામલો ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો હતો. સમગ્ર મામલે તપાસ ચાલ્યા બાદ હવે કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કુંભાણીના એકપણ ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ કરાયું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement