For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતથી ચુરુ જતી બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ડ્રાઇવર ફૂટબોલની જેમ ઉછળતા ઘટના સ્થળે જ મોત

07:33 PM Feb 22, 2024 IST | V D
સુરતથી ચુરુ જતી બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ડ્રાઇવર ફૂટબોલની જેમ ઉછળતા ઘટના સ્થળે જ મોત

Surat Accident: રાજસ્થાનના અજમેરથી એક વીડિયો સામે આવ્યો છે. રુપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં(Surat Accident) મંગળવારે એક બસનું ટાયર ફાટ્યું હતું. બ્લાસ્ટ પછી બસનો ડ્રાઇવર હવામાં ઉડી ગયો હતો. આશરે 10 ફૂટ હવામાં ઉછળીને નીચે પટકાતા, તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીમાં કેદ થઇ હતી.

Advertisement

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
મૃતકની ઓળખ બોદુરામ જાટ તરીકે થઇ છે. મીડિયામાં મૃતકના ભાઇએ જણાવ્યું કે, સોમવારે બોદુરામ બસ લઇને નીકળ્યો હતો. મંગળવારે સવારે બસના એક ટાયરમાં પંચર પડ્યું હતું. આ પછી તે એક હોટલની સામે જ રોકાઇને ટાયર પંચર કરાવી રહ્યો હતો. આ દરમિયાન ટાયર ફાટ્યું અને ત્યાં નજીક ઉભેલા બોદુરામ હવામાં ઉડી ગયો હતો અને નીચે પટકાતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. ત્યારબાદ લોકોનું ટોળુ પણ એકત્ર થઇ ગયું હતું.

Advertisement

ડ્રાઈવર હવામાં લગભગ 8 ફૂટ ઊછળીને જમીન પર પડ્યો
ASIએ જણાવ્યું કે હોટલ પાસે રોકાયા બાદ મુસાફરો ચા-નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવર બોદુરામ સ્ટેપનીનું ટાયર પંચર થઈ ગયું હતું. પંચર કર્યા પછી, હવા ભરતી વખતે અચાનક જોરથી વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યાં ઊભેલો ડ્રાઈવર હવામાં લગભગ 8 ફૂટ ઊછળીને જમીન પર પડ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Advertisement

મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવ્યો
અકસ્માત પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement