For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતાં ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત...

07:07 PM Mar 22, 2024 IST | V D
સુરતમાં ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતાં ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત

Surat Accident: સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સીટી લાઈટ સ્થિત ફ્લાયઓવર બ્રિજ ચઢતી વખતે ઇનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી.ત્યારે આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળ પર જ કરું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતનો(Surat Accident) ગુનો દાખલ કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ગંભીર બેદરકારી કોની છે તેની તપાસ ખટોદરા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરવામાં આવી છે.

Advertisement

ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત
રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડી આવેલા ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.ગત રોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે દોડી આવેલી ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ઇનોવા કારના ચાલકનું મોત થયું હતું,જેના પગલે તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Advertisement

સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે
જો કે ઘટનાના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રક ચાલક ફ્લાયઓવર બ્રિજ ચઢી રહ્યો હતો. તે વેળાએ પાછળથી આવી ચઢેલા 19 વર્ષીય ક્રિશ લાખાણીએ પોતાની ઇનોવા કાર ધડાકાભેર રીતે ટ્રક સાથે ભટકાવી દીધી હતી. જેમાં ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું. જે ઘટનામાં હાલ ટ્રકના ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે. જે ફુટેજના આધારે ખરેખર બેદરકારી કોની છે તેની પણ તપાસ કરાઈ રહી છે.

Advertisement

સરદાર માર્કેટ પાસેથી બાઈક પર પસાર થતા મિત્રોને નડ્યો અકસ્માત
તો બીજી તરફ સરદાર માર્કેટ પાસેથી બાઈક પર પસાર થતા બે મિત્રોને અચાનક રાહદારી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને મિત્રો અને રાહદારી સહિત ત્રણે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બાઈક પર સવાર યુવાન રત્નકલાકારનું મોત નિપજ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement