For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કામ પ્રત્યે નિષ્ઠા રાખતાં વડોદરાના આ ચૂંટણી અધિકારી પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ફરજ પર જોડાયા...

05:04 PM May 03, 2024 IST | V D
કામ પ્રત્યે નિષ્ઠા રાખતાં વડોદરાના આ ચૂંટણી અધિકારી પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ફરજ પર જોડાયા

Vadodara News: "મને ગંભીર બીમારી છે, મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે, મારા માતાપિતાની સારસંભાળ રાખવા માટે કોઈ નથી..."તેવા અનેક બહાનાઓ આપી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગનારાની સંખ્યા ઘણી વધારે હોય છે. તો બીજી તરફ ચૂંટણીને તથા લોકશાહીના આ પર્વને પોતાની ફરજ ગણી યોગ્ય કામ કરતા અધિકારીઓ અનેક હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે.વડોદરાનાં (Vivek Tank) એક કર્મનિષ્ઠ અધિકારીનાં પરિવાર પર અણધારી મુસીબત આવી પડી હતી. તો પણ તેઓ તેમની ફરજ ભૂલ્યા ન હતા. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો હતો.

Advertisement

દુ:ખદ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા
ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ટાંકે (Vivek Tank) ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવા પ્રત્યે સમર્પણભાવ દાખવી ફરજપરસ્તીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે,ચૂંટણી મતદાન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે વિવેક ટાંક વડોદરામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. માત્ર છ દિવસ પહેલા કેન્સરમાં પોતાના ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક આ દુ:ખદ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા.

Advertisement

પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ટાંક ફરજ પર થયા હાજર
વિવેક ટાંકના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ટાંક છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ, દુર્ભાગ્યવશ ગત શનિવારે કેન્સરની ભયાવહ બિમારી સામે હારી જતા તેઓનું દુ:ખદ નિધન થયું હતું. આવા કપરા કાળમાં પણ વિવેક ટાંક પોતાનું અંગત જીવન સંભાળવાની સાથે સાથે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી રહ્યા છે. પત્નીના અવસાન બાદની લૌકિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ટાંક ફરી પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. ફરજનિષ્ઠાનું આનાથી મોટું ઉદાહરણ શું હોય શકે !

Advertisement

વિવેક ટાંક મૂળ જૂનાગઢના વતની
વિશેષ વાત તો એ છે કે, જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓ પોતાની પત્નીની સેવા અને સારવાર સાથે ફરજને પણ નિષ્ઠાથી નિભાવી છે. પત્નીને આવા રોગની પીડા પોતાના સસ્મિત ચહેરા પાછળ છુપાવી ચૂંટણી તૈયારી કરી છે.વિવેક ટાંક મૂળ જૂનાગઢના વતની છે. તેઓ ગુજરાત વહીવટી સેવાના 2017ની બેચના વર્ગ-1ના અધિકારી છે. ઓક્ટોબર-2023માં વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થઈ, ત્યારથી તેઓ અહીં તેમના પત્ની સાથે રહેતા હતા.

Advertisement

દુઃખ છુપાવીને નિભાવી ફરજ
વિશેષ વાત તો એ છે કે, જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓ પોતાની પત્નીની સેવા અને સારવાર સાથે ફરજને પણ નિષ્ઠાથી નિભાવી છે. પત્નીને આવા રોગની પીડા પોતાના સસ્મિત ચહેરા પાછળ છુપાવી ચૂંટણી તૈયારી કરી છે.

Tags :
Advertisement
Advertisement