For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દૂધ પીવા જાતા બરણીમાં ફસાયું બિલાડીનું માથું... પછી તો એવા ધમપછાડા કર્યા કે, વિડીયો જોઇને ખખડી પડશો

12:13 PM May 22, 2022 IST | Sanju
દૂધ પીવા જાતા બરણીમાં ફસાયું બિલાડીનું માથું    પછી તો એવા ધમપછાડા કર્યા કે  વિડીયો જોઇને ખખડી પડશો

હાલમાં બિલાડીનો એક વિડીયો વાઈરલ(Video viral) થયો છે. જેમાં મધ્યપ્રદેશના(Madhya Pradesh) નર્મદાપુરમ(Narmadapuram)માં એક ઘરમાં દૂધ પીવા માટે પ્રવેશેલી બિલાડીની ગરદન સ્ટીલની બરણીમાં ફસાઈ જતાં તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જે બાદ તે લાંબા સમય સુધી ભટકતી રહી.

Advertisement

મકાનમાલિકે બિલાડીનું માથું બરણીમાંથી બહાર કાઢતાં જ તે ખૂબ જ ઝડપથી દોડીને ભાગી ગઈ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના નર્મદાપુરમ શહેરના કોઠીબજાર વિસ્તારમાં રહેતા સંદીપ મિશ્રાના ઘરે બની હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

Advertisement

બિલાડી દૂધની બરણીમાં માથું નાખીને દૂધ પી રહી હતી. આ દરમિયાન તેનું માથું અંદર ફસાઈ ગયું હતું. બિલાડીએ તેનું માથું બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે તેને બહાર કાઢી શકી નહીં. ત્યારબાદ તે દિવાલ સાથે માથું અથડાવીને રૂમની આસપાસ ભટકતી હતી.

જ્યારે બરણીમાંથી બિલાડીનું મોં ન નીકળ્યું ત્યારે સંદીપ મિશ્રા અને તેના પાડોશી આનંદ ચોકસેએ સમજદારી પૂર્વક તેનું માથું બહાર કાઢ્યું હતું. પછી બિલાડીએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ ઘરની બહાર દોડી ગઈ હતી. આ સંપૂર્ણ નજારો જોવા માટે ઘરમાં લોકોની ભીડ જામી હતી.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement