For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બોસે રજા ના આપી તો છોકરીએ એની જુડવા બેનને મોકલી દીધી ઓફીસ, બોસે એની સાથે શું કર્યું?

04:02 PM May 22, 2024 IST | Drashti Parmar
બોસે રજા ના આપી તો છોકરીએ એની જુડવા બેનને મોકલી દીધી ઓફીસ  બોસે એની સાથે શું કર્યું

Trending News: TikTok પર કેનેડાની પ્રખ્યાત જોડિયા બહેનો એરી અને નોએ ચાન્સ 'ચાન્સ ટ્વિન્સ'એ તેમનું શહેર બદલ્યું છે જેની પાછળ એક ચોંકાવનાર કિસ્સો છે. આ બંને બહેનોએ મળી કંપનીના બોસ સાથે દગો કર્યો હતો. જે બાદ બોસે એક વીડિઓ જોઈએ બંને બહેનોને(Trending News) પકડી પાડી હતી.તો ચાલો હકીકતમાં શું બન્યું હતું.

Advertisement

કેનેડાની પ્રખ્યાત જોડિયા બહેનોમાંની એક બહેન એરી પહેલેથી જ આયોજિત રજા પર જવાની હતી, પરંતુ બોસે તેને રજા આપવાની ના પાડી. તેથી એરીએ તેની બહેનને તેની ઓફિસમાં મોકલી આપવાનો પ્લાન કર્યો.  આ યોજના થોડા દિવસો સુધી સારી રીતે કામ કરી રહી હતી, પરંતુ પછી મેનેજરે Noe નો એક TikTok પર એક વીડિયો જોયો. આ વીડિયોમાં નોઈ તેની બહેન એરી માટે ઓફિસનું કામ કરી રહી હતી, જ્યારે એરી કોઈ અજાણી જગ્યાએ રજાઓ એન્જોય કરી હતી.

Advertisement

વાયરલ વીડિયો જોયા બાદ બોસ પકડાયો
કેનેડાની TikTok સ્ટાર જોડિયા બહેનોમાંની એક એરી મુશ્કેલીમાં છે. તેમના મેનેજર જ્હોને તેમની બહેનને રજા પર જવા ઓફિસ મોકલવા અંગે તેમની પાસે ખુલાસો માંગ્યો છે. એટલું જ નહીં, એરી જ્યાં કામ કરે છે તે કંપની પણ તેની સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. બંને બહેનો મળીને TikTok પર એકાઉન્ટ ચલાવે છે, જેને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટનું નામ ચાન્સ ટ્વિન્સ છે. હાલમાં જ તેણે TikTok પર બીજો વીડિયો અપલોડ કર્યો છે, જેમાં જ્હોન દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ બતાવવામાં આવ્યો છે.

Advertisement

જોડિયા બહેન ઓફિસમાં કામ કરતી હતી
વિડીયોમાં એરીને કહેતા સાંભળી શકાય છે કે મારા બોસે મારી જગ્યાએ ઓફિસનું કામ સંભાળતી વખતે મારી જોડિયા બહેને TikTok પર પોસ્ટ કરેલ વિડિયો જોયો હતો. પોતાની ભૂલ સ્વીકારીને, તેણે તાજેતરમાં જ 'We missed it' નામનો બીજો વીડિયો અપલોડ કર્યો છે.

આ વીડિયો એક અઠવાડિયા પહેલા TikTok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. મેનેજર જ્હોને એરીને મોકલેલા ઈમેલમાં લખ્યું છે કે, "મારે સ્પષ્ટપણે કહેવું છે કે રજા માટેની તમારી વિનંતી સ્વીકારવામાં ન આવી તે પછી, તમારી જગ્યાએ તમારી જોડિયા બહેન સાથે રજાઓ પર જવાનું તમારો સંપૂર્ણ ખોટો નિર્ણય હતો. આ એક વિશ્વાસઘાત છે. તે બધા સાથીદારો કે જેઓ નિયમોનું પાલન કરે છે અને તે કંપની સાથે જે તમને જવાબદારી સોંપે છે."

Advertisement

Tags :
Advertisement
Advertisement