For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આરોપીને પોલીસ લોકપમાં રીલ બનાવવી પડી ભારે, જુઓ વિડીયો

06:15 PM Jun 26, 2024 IST | V D
આરોપીને પોલીસ લોકપમાં રીલ બનાવવી પડી ભારે  જુઓ વિડીયો

Reel in police lockup: સુરતમાં તો હવે રીલ્સની ઘેલછા હદ વટાવતો વિડીયો વાયરલ થયો છે.જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરી તેને લોકઅપમાં નાખવામાં આવ્યો હતો તે દરમિયાન આ ઈસમે ફોનમાં લોકઅપમાંથી વિડીયો બનાવીને વાયરલ(Reel in police lockup) કર્યો હતો.જે પોલીસના ધ્યાને આવતા સચિન પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રીલ્સની ઘેલછાની આડમાં વિડીયો બનાવ્યો
સુરતમાં એક યુવકે એકાદ વર્ષ અગાઉ સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં 'ભાઉ પોલિટિક્સ મેં જાયેગા તો ભીકુ ગેંગ ચલાયેગા'નો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ એકાદ વર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે સચિન પોલીસના ધ્યાને આવ્યું હતું.ત્યારે સચિન પોલીસે વિડીયોના આધારે યુવકની અટકાયત કરી છે. તેમજ આ યુવકનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રમાણી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસે આપી કડક સૂચના
સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી છે અને તેની જોડે વિડીયો ઉતારનારા બાળકિશોરની પણ અટકાયત કરી છે. પોલીસે આ મુદ્દે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે પોલીસે ચેતવણી પણ જારી કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારના વિડીયો ઉતારનારા સામે આકરાં પગલાં લેવામાં આવશે.

Advertisement

આરોપીએ માફી માંગી
સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને પકડી પાડ્યો. આ સાથે જ મોબાઇલમાંથી વીડ્યો પણ ડીલીટ કરાવ્યો હતો. ભવિષ્યમાં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપી હતી. જે બાબતે જરૂરી કાયદેસરની વિધી કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement