For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારી ઉલાળ્યું; પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ અકસ્માતમાં 3ના મોત

11:32 AM Apr 20, 2024 IST | V D
ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારી ઉલાળ્યું  પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ અકસ્માતમાં 3ના મોત

Surendranagar Accident: પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો આવ્યો હતો.આ અકસ્માત બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.જે બાદ આ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. ટુવા ગામ નજીક ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે(Surendranagar Accident) થયેલા આ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ વર્ષના બાળક સહિત 8 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

દંપતીનું ઘટનાસ્થળ પર જ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા - અમદાવાદ હાઇવે પર ટુવા પાસે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. આ ગોઝારા અકસ્માતમાં સુરેખાબેન કરણભાઇ દેવધા અને કરણભાઈ જશુભાઈ દેવધાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીક ટ્રેક્ટરને પાછળ થી આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં બેસી કેટલાક પરિવારો અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.

Advertisement

આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી
દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા, ઉસ્માનિયા અને ચીખલિયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદ અને ડીસા તરફ જઈ રહ્યા હતા. તે સમયે વહેલી સવારે ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપરથી પસાર થતા હતા. ત્યારે ટ્રેક્ટરને પાછળથી આવી રહેલા ટેન્કરે જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિક પરિવારોના એક દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ માસના બાળક સહિત આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

Advertisement

લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
ટેન્કરે ટ્રેક્ટર ને અડફેટે લેતા અકસ્માતમાં એક દંપતિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જયારે એક નાના બાળક સહીત આઠ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોનું હાલત વધુ ગંભીર હોવાથી તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ત્યારે અકસ્માતમાં મોતના પગલે તેના પરિવારમાં ભારે આક્રન્દ છવાઈ ગયો હતો તેમજ તેમના બાળકો અનાથ થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement