For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુઝુકીની અર્ટીગા હવે કોઈ નહી લે? Kia લાવ્યું એકદમ સસ્તી સેવન સીટર ગાડી Carens

12:31 PM Mar 08, 2022 IST | Hiren Mangukiya
સુઝુકીની અર્ટીગા હવે કોઈ નહી લે  kia લાવ્યું એકદમ સસ્તી સેવન સીટર ગાડી carens

દક્ષિણ કોરિયાની અગ્રણી વાહન ઉત્પાદક કિયા ઇન્ડિયાએ ભારતમાં કારેન્સ Carens નામની એક વધારે ગાડી લોન્ચ કરી છે અને આ ગાડી મારુતિ સુઝુકી ની અર્ટિગા ને જોરદાર ટક્કર આપશે અને માર્કેટ પણ ટેક ઓવર કરી ળે તો નવાઈ નહી.

Advertisement

કિયા મોટર્સે પોતાની સૌથી વધારે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે કાર કિઆ કારેન્સ આખરે ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કાર 6-7 સીટર વેરિયન્ટ SUV સેગમેન્ટમાં ધમાલ મચાવી શકે છે. આ આગાઉ કિયાએ ભારતમાં તેની સેલ્ટોસ કારથી શરૂઆત કરી હતી અને હવે કંપની તેની આગામી પ્રોડક્ટ કિઆ કેરેન્સ લઈને આવી છે.

Advertisement

Advertisement

કંપનીએ 6-7 સીટર સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરીને કિયા કારેન્સ કારને માત્ર 8.99 લાખમાં ભારતીય ઓટો માર્કેટમાં ઉતારી છે, જે ઘણી મોટી વાત છે અને આ એસયુવી કાર (SUV car) નિશ્ચિત રીતે બેસ્ટ સેલિંગ એમપીવી મારુતિ અર્ટિગાના માર્કેટને ખરાબ કરશે.

જો તમે પણ બુક કરવા ઇચ્છતા હોવ તો કિયાએ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ તરીકે કારેન્સ 8.99 લાખ રૂપિયા રાખી રાખી છે અને આવનારા સમયમાં તેની કિંમત વધી શકે છે. એવામાં તમે જો તમે નવી SUV  કારેન્સ ખરીદવા માગો છો તો કિયા શો રૂમ પર જઈને 25,000 રૂપિયામાં તેને બૂક કરાવી શકો છો. જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં આ કારના લગભગ 20 હજાર યુનિટ બૂક થઈ ગયા છે.

Advertisement

ફીચર્સમાં 10.25 ઈંચ સુધીની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કાર પ્લે સપોર્ટ, ઓટોમેટિક એસી, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ્સ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યોરિફાયર, સ્કાઈ લાઈટ સનરૂપ, 64 એન્બિએન્ટ લાઈટિંગ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, બોસના 8 સ્પીડવાળા પ્રીમિયમ સ્ટીરિયો સિસ્ટમ, કિયા યુવીઓ કનેક્ટેડ કાર ટેક્નોલોજી, કીલેસ એન્ટ્રી, ઓટો ક્રૂઝ કંટ્રોલ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ સાથે 6 એરબેગ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ડિસ્ક બ્રેક સહિત ઘણાં સેફ્ટી ફીચર્સ મળશે.

આ સાથેજ કાર માં લાંબા વ્હીલબેઝ સાથે,કાર બીજી હરોળના મુસાફરોને તેમના પગ લંબાવવા માટે પૂરતી જગ્યા આપે છે. અંદર જવું અને બહાર નીકળવું પણ ખૂબ જ સરળ છે. તેની ઓછી સેટ સીટો પણ તેને બેસવામાં સરળ બનાવે છે. સારા હેડરૂમ/લેગરૂમ અને થાઈ સપોર્ટ પણ છે. રિક્લાઇન ફંક્શન પણ આપવામાં આવે છે. કપહોલ્ડર્સ સાથે રિટ્રેક્ટેબલ ટેબલ, એર પ્યુરિફાયર વગેરે જેવા ઘણા બધા ગેજેટ્સ પણ છે. જો કે, નવાઈની વાત એ છે કે એર પ્યુરીફાયર ડ્રાઈવરની સીટની પાછળ મૂકવામાં આવે છે.

Tags :
Advertisement
Advertisement