For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા હેમીલ માંગુકિયાની અંતિમ યાત્રા 26 દિવસે નીકળતાં પરિવાર હીબકે ચડ્યું

02:28 PM Mar 17, 2024 IST | Chandresh
રશિયા યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા હેમીલ માંગુકિયાની અંતિમ યાત્રા  26 દિવસે નીકળતાં પરિવાર હીબકે ચડ્યું

Hamil Mangekia: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકીયાએ જીવ ગુમાવ્યો હતો. યુક્રેનના મિસાઈલ હુમલામાં જીવ ગુમાવ્યાના 25 દિવસ બાદ હેમિલનો (Hamil Mangekia) પાર્થિવ દેહ 16મી માર્ચે સુરત પહોંચ્યો હતો. હેમિલના મૃત્યુના 26માં દિવસે આજે (રવિવાર) વહેલી​​​ સવારે મૃતદેહ ઉમરા ગામે પહોંચ્યો હતો અને ભારે હૈયે અંતિમયાત્રા નીકળી હતી.જેમાં લોકો હીબકે ચડ્યા હતા જેના કરું દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

Advertisement

અંતિમયાત્રા ઘરેથી નીકળી
યુક્રેનમાં મિસાઇલ હુમલામાં સુરતના વેલંજા નજીકના ઉમરા ગામના મૃત્યુ પામેલા હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે દિલ્હી આવ્યા બાદ ત્યાંથી શનિવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો. બાદ સ્મીમેરના કોલ્ડ રૂમમાં મુકાયો હતો. 17મીએ સવારે 8 કલાકે અંતિમયાત્રા ઘરેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને કામરેજના કઠોર ગામે આવેલ કૈલાશ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.

Advertisement

યુવાન નોકરી માટે રશિયા ગયો હતો
એજન્ટ મારફતે સિક્યોરિટી હેલ્પર રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન મંગુકિયાનું મોત નીપજ્યું હતું. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો રોજગારી માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ મંગુકિયા પણ સામેલ હતો. જો કે, યુક્રેનના મિસાઇલ હુમલામાં 23 વર્ષીય હેમિલ માંગુકીયાનું મોત થયું હતું.

Advertisement

3 સભ્યો રશિયાના મોસ્કો જવા રવાના થયા હતા
એમબેસી દ્વારા સ્પષ્ટતા ન કરાતા પિતા સહિત 3 સભ્યો રશિયાના મોસ્કો જવા રવાના થયા હતા. જ્યારે શનિવારે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે પહોંચ્યો હતો. પિતા-કાકા મોસ્કોથી રાતે સુરત આવ્યા હતા. સ્મીમેરમાં હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement
Advertisement