For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ટ્યુશન ન જવું પડે એટલે, પાણીના ટાકામાં સંતાઈ ગયો 6 વર્ષનો બાળક- લાશ મળતાં મચી ચકચાર

10:53 AM Apr 22, 2022 IST | Mishan Jalodara
ટ્યુશન ન જવું પડે એટલે  પાણીના ટાકામાં સંતાઈ ગયો 6 વર્ષનો બાળક  લાશ મળતાં મચી ચકચાર

સુરત(Surat): શહેરના ગોડાદરા(Godadra) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં 6 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, સ્મીત ટ્યુશન જવાનો હતો પરંતુ તે બાજુના ટેરેસ ઉપર જતો રહ્યો હતો. ધોરણ 1માં અભ્યાસ કરી રહેલા સ્મિતને ટ્યુશન જવું ન હતું. ટેરેસ ઉપર અકસ્માતે ટાંકીમાં પડી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

આ અંગેની મળતી માહિતી અનુસાર બાળકને ટ્યુશને જવું ન હોવાને કારણે મકાનના ટેરેસ પરથી પોતાના ઘરના ટેરેસની પાણીની ટાંકીમાં કુધી ગયો હતો. વિદ્યાર્થી ટાંકીમાં પડીને ડૂબી જવાથી મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ધીરજનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલનો પુત્ર સ્મિત ધોરણ 1 માં અભ્યાસ કરતો હતો.

Advertisement

સ્મીતના પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં અવી હતી અને પોલીસમાં મિસિંગ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ સ્મિતના ઘરે પહોંચી આવી હતી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્મિત ઘરના ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Advertisement
Advertisement