For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત | બોર્ડની પરીક્ષા પહેલાં સ્કૂલની દાદાગીરી: પહેલા ફી ભરો અને પછી વિદ્યાર્થીનીની હોલ ટિકિટ લેવા આવો

06:15 PM Mar 07, 2024 IST | V D
સુરત   બોર્ડની પરીક્ષા પહેલાં સ્કૂલની દાદાગીરી  પહેલા ફી ભરો અને પછી વિદ્યાર્થીનીની હોલ ટિકિટ લેવા આવો

Surat News: બોર્ડ પરીક્ષા દરમિયાન તેવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે.તેમજ કોઈ પણ સંજોગોમાં સ્કૂલ સંચાલકો બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકે નહીં તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં સુરતની(Surat News) એક સ્કૂલે એક સત્રની ફી બાકી હોય ધોરણ10ની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી દઈ તેણીનું ભવિષ્ય જોખમમાં મુક્યાની ઘટના બની છે.

Advertisement

સ્કૂલમાં હોલ ટિકિટ આપવાની ના પાડી
સુરતના વેલંજા વિસ્તારમાં આવેલી જેવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પૃથ્વી મનીષ સાવલીયા નામની વિદ્યાર્થીની અભ્યાસ કરે છે.આગામી 11મી માર્ચથી પૃથ્વીની બોર્ડની પરીક્ષા છે. તેથી વિદ્યાર્થીની પોતાની માતા સાથે સ્કૂલ પર અન્ય વિદ્યાર્થીઓ સાથે હોલ ટિકિટ લેવા પહોંચી હતી. જોકે, સ્કૂલમાં જતા સ્કૂલ દ્વારા તેને હોલ ટિકિટ આપવાની ના પાડી હતી.

Advertisement

વિદ્યાર્થીનીની એક સત્રની ફી ભરવાની બાકી હોવાથી સ્કૂલના સંચાલકોએ 'પહેલાં ફી ભરો પછી હોલ ટિકિટ મળશે' તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું.જેથી વિદ્યાર્થિનીએ કહ્યું કે 'તેના,પિતા વતન ગયા છે પરત આવશે ત્યારે ભરી દેશે, હાલ હોલ ટિકિટ આપી દો', એવી વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકોને વિનંતી કરી હતી, પરંતુ તે સ્કૂલ સંચાલકોઓ એકના બે ન થયા.

Advertisement

સ્કૂલ સંચાલકોએ તેમની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો
જેવી ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ-કાયદાની ધજીયા ઉડાવી છે.વિદ્યાર્થીના માતા-પિતા પાસે ફીની પઠાણી ઉઘરાણી કરી હતી. હોલ ટિકિટ વિના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપી શકે તેમ નથી તે જાણતા હોય સ્કૂલ સંચાલકોએ તેમની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો હતો.

વિદ્યાર્થીનીના પિતાએ આપી પ્રતિક્રિયા
આ અંગે પિતા મનીષ સાવલીયાએ કહ્યું કે, આ ખોટું છે. હું ગામડે હોવાથી સમયસર ફી ભરી શક્યો નથી. પરંતુ તેના લીધે હોલ ટિકિટ અટકાવી દેવી તે કાયદાની વિરુદ્ધ છે. હું ફી ભરવા તૈયાર છું પરંતુ સ્કૂલ આવી દાદાગીરી કરી શકે નહીં. હું આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીશ.

Advertisement

Tags :
Advertisement
Advertisement