For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં તથ્ય કાંડ: કાર ચાલકે પરિવારને ઉડાવ્યો; 3ના મોત, 1 ગંભીર

12:08 PM Jun 08, 2024 IST | Drashti Parmar
સુરતમાં તથ્ય કાંડ  કાર ચાલકે પરિવારને ઉડાવ્યો  3ના મોત  1 ગંભીર

Surat Hit and Run: સુરતમાં ગત મોડી રાત્રે તથ્યકાંડ જેવો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડે આવતી લક્ઝુરિયસ કારે એક પ પરિવારના 7 જેટલા સભ્યો પર કાર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં એક માસુમ બાળક અને એક યુવકનું મોત નીપજ્યું છે. જયારે પરિવારના 5 સભ્યોમાંથી(Surat Hit and Run) બે લોકોની હાલત ગંભીર છે. આટલું જ નહી કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા ઢસડાયું હતું.

Advertisement

સુરતમાં ગત મોડી લગભગ 11:30 વાગ્યાની આસપાસ મોટા વરાછા રીંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડથી આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એક જ પરિવારના 7 લોકોને ઉડાડ્યા હતા. આ અકસ્માતમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું અને 5ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે એક સગર્ભા સહીત બેની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ-વ્હિલરો પર બેઠા હતા.

Advertisement

સુરત પોલીસ અકસ્માત સર્જનાર ઈસમની ધરપકડ કરી છે. અકસ્માત કરનાર આરોપી 40 વર્ષીય જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ સુરતનો જ રહેવાશી છે અને સુરતમાં દરજી કામ કરે છે. જિજ્ઞેશ ગોહિલ મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે.

Advertisement

ઉત્રાણ પોલીસે અકસ્માતની જાણકારી આપતા જણાવ્યું હતું કે જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી જિજ્ઞેશ પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેમની  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એકાએક ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. જિજ્ઞેશ ગોહિલ અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે.

ઉત્રાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જો કે આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement