For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત | સ્ટેટ મોનીટરીંગ સેલે કામરેજથી પકડ્યું કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ

06:49 PM May 25, 2024 IST | V D
સુરત   સ્ટેટ મોનીટરીંગ સેલે કામરેજથી પકડ્યું કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ

રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ Gandhinagar SMC Raid in Surat: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડ સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી પણ થઈ રહીં છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ (Gandhinagar SMC Raid in Surat) ઝડપી પાડી 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.તેમજ તપાસ કરતા સામે આવ્યું છે કે આ કૌભાંડમાં કેમિકલ માફિયા રાણા ભરવાડ અને તેના પાર્ટનર સહિત 7 વોન્ટેડ આ કૌભાંડમાં સામેલ છે.ત્યારે આ 10 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement

SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે શુક્રવારે મોડી રાત્રે હજીરા તરફ જતા રોડ પર અંત્રોલી પ્રાથમિક શાળા સામેના ખુલ્લા પ્લોટમાં ચાલતા કેમિકલ ચોરીના નેટવર્કને ઝડપી પાડ્યું હતું. સુરતના ગણના પાત્ર એવા હજીરા સહિતના અન્ય ઔધોગિક વિસ્તારમાં આવશ્યક કેમિકલનું મોટા પાયે વહન કરતા ટેન્કરો અંત્રોલી નજીકથી પસાર થાય છે.ત્યારે એસએમસીની ટીમે મોડી રાત્રે અંત્રોલી ખાતે રેડ કરી હતી.

Advertisement

આ દરમિયાન સ્થળ પરથી ₹.32.50 લાખની કિંમતના ત્રણ ટેન્કર એક બોલેરો પીક અપ સહિત ચાર વાહનો,₹.78.84 લાખની કિંમતનો 56 હજાર કી.ગ્રામ કેમિકલના જથ્થા સહિત રોકડ રકમ મોબાઇલ મળી કુલ ₹.1 કરોડ 11 લાખ 50 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

કેમિકલ ભરેલા 3 ટેન્કર મળી આવ્યા
નેશનલ હાઈવેથી હજીરા વિસ્તારને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર અંત્રોલી ગામ પાસે આ કૌભાંડ ચાલતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રાત્રીના સમયે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કેમિકલ માફિયા અંકલેશ્વર તેમજ સેલવાસ GIDC માંથી કેમિકલ ભરીને આવતા ટેન્કરમાંથી ડ્રાઈવર સાથે ભેગા મળી કેમિકલ ચોરી કરી બેરલમાં ભરી લેતા હતા. ઘટના સ્થળેથી કેમિકલ ભરેલા 3 ટેન્કર મળી આવ્યા હતા જેમાંથી કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું.

ત્રણ લોકોની ધરપકડ
રેડ દરમ્યાન પકડાયેલા ત્રણ ટેન્કર અને બોલેરો વાહન પૈકી બોલેરો જપ્ત કરવામાં આવ્યો હતો.સ્થળ પરથી ટેન્કર નંબર GJ12Z-3637 માંથી 20.200 કી.ગ્રામ,GJ12BT-9047 માંથી 17450 કિ.ગ્રામ,GJ12BT-8247 માંથી 17.900 કી.ગ્રામ,5 બેરલ માંથી 920 કી.ગ્રામ જ્વલનશીલ કેમિકલ ઝડપી પાડ્યું હતું.સ્થળ પરથી ટેન્કર ડ્રાઈવર અને યુ.પી ખાતેના સત્યપ્રકાશ સિંહ ઉર્ફે પપ્પુસિંહ,રાજસ્થાન ખાતેના રૂપારામ હરખારામ મેઘવાલ તેમજ ક્લીનર સુર્ય પ્રકાશસિંહ ઉર્ફે વિકીસિંહ સત્ય પ્રકાશને ઝડપી પાડયા હતા.

Advertisement

જ્યારે કેમિકલ ચોરી કરાવનાર અને કામરેજ ખાતેના રાણા ભરવાડ,કડોદરાનો ઉમેશ ખટીક,ડિંડોલીનો વિજય પટેલ,કામરેજનો વિપુલ પટેલ,ચોરીનું કેમિકલ લેનાર પાંડેસરાનો બકાભાઈ તેમજ સ્થળ પરથી કન્ટેનર નંબર GJ12J-3637ના ચાલક સહિત બે મજૂરોને ફરાર જાહેર કર્યા હતા. પોલીસે કુલ મળીને 1 કરોડ 11 લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે અને આગળની તપાસ ઓલપાડ પોલીસ ને સોપવામાં આવી છે.

Tags :
Advertisement
Advertisement