For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત: ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં 5 લોકોનો પરિવાર આગની ઝપેટમાં; 18 વર્ષની યુવતીનું મોત; જાણો સમગ્ર ઘટના

01:03 PM Jun 21, 2024 IST | V D
સુરત  ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં 5 લોકોનો પરિવાર આગની ઝપેટમાં  18 વર્ષની યુવતીનું મોત  જાણો સમગ્ર ઘટના

Surat Fire News: ફરી એક વખત ઇ-બાઇકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ઇ-બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આટલું જ નહીં, આગના કારણે નજીકમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે આગ લાગતાં ત્રણ લોકો મકાનમાં(Surat Fire News) ફસાયા હતા. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા છે. ઘરમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું છે.

Advertisement

ગેસસિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ
બેટરીના કારણે લાગેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી,અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા.મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેલા 4 લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા,ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતુ અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.આ ઘટનામાં બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું તઇ ગઇ છે. જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું
ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું કે, પાર્કિંગમાં ઈ-બાઈક ચાર્જિંગ થતું હતું. આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી.

Advertisement

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બે ધડાકાના કારણે દુકાનની પાછળની દીવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. આ સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. બે બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ફાયર એન્જિન, વોટર બાઉઝર, ટર્ન ટેબલ લેડર જેવાં આધુનિક ફાયર વિભાગનાં વાહનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement