For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતનો કોઝવે ચોમાસામાં બંધ કરવાની તૈયારીઓ શરુ! વેડરોડ પર ટ્રાફિક વધશે

12:16 PM Jun 10, 2024 IST | V D
સુરતનો કોઝવે ચોમાસામાં બંધ કરવાની તૈયારીઓ શરુ  વેડરોડ પર ટ્રાફિક વધશે

Surat Causeway Close update News: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તાપી નદી પરના વિયર કમ કોઝ વે પર બન્ને બાજુ વાંસની આડશ કરવાનું મનપા એ દર ચોમાસાની જેમ શરુ કરી દીધુ છે. હવામાનની વાત કરીએ તો મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે. સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમ ધારે પધરામણી થઈ ચૂકી છે. ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ પ્રી-મોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો છે. રાંદેર અને કતારગામને જોડતા કોઝ વે પર લોખંડની ગ્રીલ કાઢીને વાંસની આડશ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

દર વર્ષે બંધાય છે બાંબુ

કોઝ વે પર બન્ને બાજુ દર વર્ષે ચોમાસું શરૂ થાય તે અગાઉ લોખંડની ગ્રીડ કાઢી નાખવામાં આવે છે. વરસાદી પાણીમાં કોઝ વેની સપાટી 6 મીટરથી ઉપર જતી રહે ત્યારે ધસમસતા પાણીમાં આ ગ્રીલ તણાઈ ન જાય તે માટે વાંસની આડશ લગાવવામાં આવતી હોય છે. જો કે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાંસની આડશ પણ ટક્કર ઝીલતી નથી.

Advertisement

સવારથી કામગીરી હાથ ધરાઈ

વાંસની આડશ બાંધવાનું સવારથી શરૂ કરી દેવાાં આવ્યું હતું. શ્રમિકો દ્વારા વાંસની આડશને કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે. જો કે, આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોઝ વે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

હાલમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યારે આગળ ચાર રસ્તા નજીક મેટ્રોના કારણે રસ્તાઓ અંશતઃ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ થી કતારગામ તરફનું ટ્રાફિક અડાજણ તરફ જશે જેથી વેડ રોડ પર વાહનો ઘસારો વધી જશે. જેને લઈને વેડરોડ પર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ સુરતમાં હાલમાં ટ્રાફિક સિગ્નલ પર કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે મેટ્રો પ્રોજેક્ટને કારણે પણ શહેરીજનોમાં ટ્રાફિક સિગ્નલની (surat traffic signal news) કામગીરીને લઈને અસમંજસ જોવા મળી રહી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement