For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં બેંક મેનેજરએ ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન, સુસાઈડ નોટમાં જવાબદારના લખ્યા નામ...

12:24 PM Dec 28, 2023 IST | V D
સુરતમાં બેંક મેનેજરએ ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન  સુસાઈડ નોટમાં જવાબદારના લખ્યા નામ

Atul Bhalala's suicide: સુરતના સરથાણા વિસ્તારમાંથી 32 વર્ષીય અતુલ ભાલાળા નામના યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક અતુલ ભાલાળાએ સુસાઈડ નોટમાં સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસો ના નામનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના રોનક પરી (હીરપરા), રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો કરવા આવ્યો છે. અતુલ ભાલાળા( Atul Bhalala's suicide ) સાથે ચીટિંગ થઇ હોવાની વાત સામે આવી રહી છે.

Advertisement

તેમજ સુસાઈડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આ યુવકના આ પગલાંના કારણે તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ પરિવાર પર સામાજિક આગેવાનો જ ફરિયાદ ન કરવા સમાધાન કરી લેવા ફોન કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Advertisement

સુસાઇડ નોટમાં વાંચી તમારી આંખોમાંથી આંસુ સારી પડશે
સરથાણા વિસ્તારમાં એક બેન્ક કર્મીએ આપઘાત કરી લીધો. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર આપઘાતને લઈને કારણ અકબંધ રહેવા પામ્યું છે. 32 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી.

Advertisement

અતુલ ભાલાળાને ધમકાવતાં ત્રણ વ્યક્તિઓના નામ

અતુલ ભાલાળાએ એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેઓએ એ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે જે તેને હેરાન કરતાં હતા અને તેઓને સજા મળે તે માટે તેને આજીજી પણ કરી છે અને કહ્યું છે કે કુખ્યાત ગેંગના રોનક પરી, રજની ગોયાણી અને જીગ્નેશ જયાણી આ ત્રણને સજા થવી જ જોઈએ મારા આપઘાત કરવા પાછળનું કારણ આ લોકો છે બાકી કોઈને હેરાન કરતાં પણ નહીં.

Advertisement

સામાજિક આગેવાનોએ ફરિયાદ ન કરવા કરી ભલામણ
જો સમાજમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો આરોપીઓને સજા અપાવવાની જવાબદારી એક સમાજની હોઈ છે. જે પરિવારનો દિપક બુઝાઈ ગયો હોઈ તે પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી સમાજના અગ્રણીની હોઈ છે અને આવી ઘટનામાં પરિવારના લોકોને સાથ આપવોએ સમાજના આગેવાનોની નૈતિક જવાબદારી છે.પરંતુ આ કેસમાં સમાજના આગેવાનો જ પોલીસ કેસ અને આગળ કાર્યવાહી કરવાની ના પાડી રહ્યા છે.તેમજ પતાવટ કરીને સમજણનો સોદો કરવાનું સમજાવી રહ્યા છે.

Tags :
Advertisement
Advertisement