For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત | ઈચ્છાપોર ONGC બ્રિજ પર કાર અને છોટા હાથી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત -1 નું મોત, 3 ગંભીર

04:17 PM Mar 20, 2024 IST | V D
સુરત   ઈચ્છાપોર ongc બ્રિજ પર કાર અને છોટા હાથી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત  1 નું મોત  3 ગંભીર

Ichchhapore ONGC Bridge Accident: શહેરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે.સુરતના હજીરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો(Ichapore ONGC Bridge Accident) છે.જેમાં મહિલા કાર ચાલકે ટક્કર મારતાં છોટા હાથી ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો.જે બાદ સફાઇ કામદારોનો આ ટેમ્પો સીધો જ ટ્રકની સાથે અથડાયો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં માતાની નજર સામે પુત્રનું મોત થયું હતું. તો ત્રણ સફાઇ કામદારને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

પૂરપાટ ઝડપે આવતી કારે ટેમ્પાેને ટક્કર મારી
નવસારી જિલ્લાના પેરા ગામમાં રહેતા 42 વર્ષિય દક્ષાબેન રમણભાઇ રાઠોડ અને તેમનો 20 વર્ષિય પુત્ર પ્રતીક એક વર્ષ પહેલા જ સફાઇ કામદાર તરીકે જોડાયા હતા. દરમિયાન મંગળવારની બપોરના દક્ષાબેન અને પ્રતિકની સાથે 21 વર્ષિય કૈલાશબેન રાઠોડ એમ ત્રણેય ઓએનજીસી બ્રિજ પર સફાઇ માટે થ્રિ-વ્હીલર ટેમ્પામાં બેસી ગયા હતા. જે ટેમ્પાના ચાલક ધનસુખ, દક્ષાબેન, પ્રતિક અને કૈલાશબેન ત્રણેય એક તરફનો બ્રિજ સાફ કરી ટેમ્પામાં બેસીને બ્રિજની સામેની સાઇડ પર જઈ રહ્યા હતા.એવામાં જ પૂરપાટ ઝડપે આવતી કારે ટેમ્પાેને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પલ્ટી ખાઈને પાછળ આવતી ટ્રકની અડફેટમાં આવી ગયો હતો. જેમાં ચારેયને ઇજા પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Advertisement

ત્રણ મજૂરને લઈને છોટા હાથી ટેમ્પામાં જતા હતા
જ્યાં ફરજ પરના તબીબે પ્રતીકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે દક્ષાબેન અને કૈલાશબેનને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમજ ટેમ્પો ચાલક ધનસુખને સામાન્ય ઇજા પહોંચતા સારવાર આપ્યા બાદ રજા અપાઈ હતી.ત્યારે આ અંગે ડ્રાઈવર ધનસુખભાઈ રાઠોડે જણાવ્યું કે, તાપી નદી નજીક રોડ પર સાફ સફાઈનું કામ કરીએ છીએ. આજે ત્રણ મજૂરને લઈને છોટા હાથી ટેમ્પામાં જતા હતા. આ સમકે એક મહિલા કાર ચાલકે પુરપાટ આવીને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પલટી મારી જતાં તેમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

નરોલી ગામ નજીક ટેમ્પા અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ કેમિકલ પાઉડર રોડ પર ઢોળાયો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક કેમિકલ પાઉડર ભરેલા આઇસર ટેમ્પા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને આઇસર ટેમ્પામાં રહેલો કેમિકલ પાઉડર રોડ પર ઢોળાઇ ગયો હતો અને ડિવાઈડર, ઝાડ તેમજ હાઇવે પાઉડરના રંગથી રંગાઈ ગયો હતો. આ અકસ્માતને પગલે હાઇવે પર હળવો ટ્રાફિક જામ પણ થયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

Advertisement
Tags :
Advertisement
Advertisement