Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરત: કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર અભિષેક સોનાણીના જન્મદિન પર અનોખી પહેલ

05:36 PM Jul 04, 2024 IST | V D

Surat Code Sign Multimedia Institute News: ગ્લોબલવાર્મિંગના કારણે પર્યાવરણની સમતુલા ખોરવાઇ રહી છે ત્યારે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે માટે સુરતના સોનાણી પરિવારે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર અભિષેક સોનાણીના(Surat Code Sign Multimedia Institute News) જન્મદિવસની ઉજવણીમાં 23 વૃક્ષઓ વાવવામાં આવ્યા હતા.વૃક્ષોના આડેધડ નિકંદનને લઇ વિશ્વ પર ઊભી થઈ રહેલી ગ્લોબલ વોર્મિગની અસર સામે વધુ વૃક્ષનું વાવેતર કરવું જરૂરી બની ગયું છે.

Advertisement

વૃક્ષઓ વાવી જન્મદિવસની ઉજવણી
ગ્લોબલ વોર્મિગની જટિલ સમસ્યાને દૂર કરવા વિશ્વમાં પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હજી પણ લોકોમાં જોઈએ એટલી જાગૃતી આવી નથી. પર્યાવરણના જતન માટે જો દરેક માનવી દ્વારા એક પણ વૃક્ષ વાવે તો ગ્લોબલ વોર્મિગની અસરને અટકાવવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.

બસ છે જરૂર છે લોકોને જાગૃત કરવાની. બસ કંઈક આવાજ વિચાર સાથે સુરતમાં કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર એવા અભિષેક સોનાણીના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરી તમામ વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરીને એક દાખલો પૂરો પાડ્યો પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મળીને 23માં જન્મદિવસ નિમિત્તે 23 વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.

Advertisement

ધરતીનું આભૂષણ છે વૃક્ષઓ
વૃક્ષો ધરતીનું આભૂષણ છે. દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવુ જોઇએ. માણસ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. આપણે ત્યા વર્ષોથી વૃક્ષોની, પશુ પક્ષીઓની પુજા અર્ચના કરવામાં આવતી હોવાનું જોવા મળતુ હોય છે. વૃક્ષો અને પક્ષીઓનું જતન થાય તે માટે રાજ્ય સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

જુદી જુદી સંસ્થાઓ પણ પર્યાવરણલક્ષી કામગીરી કરતી હોય છે. જેના ભાગ રૂપે આજે અભિષેક સોનાણી દ્વારા વૃક્ષઓ વાવવામાં આવ્યા હતા. આ સાથે જ અભિષેક સોનાણીએ જણાવ્યું હતું કે, હું દરેક લોકોને અપીલ કરવા મંગુ છું કે તમારો જન્મદિવસ હોય અથવા કોઈપણ શુભ કાર્ય હોય તો વૃક્ષઓ વાવી તેની ઉજવણી કરવી જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Next Article