For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત: બેફામ કાર ચાલકે સોસાયટીમાં રમી રહેલાં બે બાળકોને કચડ્યા, જુઓ ખૌફનાક CCTV

03:12 PM Jun 29, 2024 IST | V D
સુરત  બેફામ કાર ચાલકે સોસાયટીમાં રમી રહેલાં બે બાળકોને કચડ્યા  જુઓ ખૌફનાક cctv

Surat News: કહેવાય છે ને કે રામ જેને રાખે, તેને કોણ ચાખે...ત્યારે આ કહેવતને સર્તક કરતી ઘટના જ સુરતમાંથી સામે આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલક પોતાની કાર પાર્કિંગમાંથી કાઢી રહ્યા હતા, તે દરમિયાન બંને બાળક રમતા હતા જે કારની અડફેટે આવી ગયા હતા. જે ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી(Surat News) પણ સામે આવ્યા છે.જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.બાળકોને હેમખેમ જોઈ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

બુમાબુમ થતા કારચાલક બહાર નીકળ્યો
મળતી માહિતી પ્રમાણે, પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સી આવેલી છે. જેમાં બે દિવસ પહેલા સોસાયટીમાં જ બે બાળકો રમી રહ્યા હતા. દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કારચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી.

Advertisement

બુમાબુમ થતા કારચાલક બહાર નીકળ્યો હતો.જમાં કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવામાં સફળતા મળી હતો. તો બીજી તરફ બુમાબુમ સાંભણીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાક કાઢ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ ઘટનામાં બંને બાળકોને આબાદ બચાવ થયો હતો.

Advertisement

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે બાળકો રમી રહ્યા છે તે દરમિયાન કાર નીચે આવી જાય છે. જે બાદ કાર ચાલક કારમાંથી ઉતરીને બન્ને બાળકોને કારની નીચેથી હેમખેમ બહાર કાઢે છે. જો કે આ ઘટનામાં રાહતની વાત તો એ છે કે બાળકો સુરક્ષિત છે તેમજ તેમને કોઈ ઇજા થઇ નથી.ત્યારે આ ઘટનાના પગલે આજુબાજુના ઘરમાંથી લોકો દોડી આવ્યા હતા અને બાળકને સહીસલામત જોતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
વાલીઓ પોતાના બાળકોને રેઢા મુકી દેતા બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ગતરોજ (28 જૂન) નવસારીના બીલીમોરામાં છ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને ગરકાવ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ દરમિયાન નજીકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા બાળકી તંત્રએ ખુલ્લી રાખેલી ગટરમાં પડી હોવાનું સામે આવ્યું હતું. 20 કલાકથી વધુની શોધખોળ બાદ આખરે માસુમનો મૃતદેહ હાથે લાગ્યો હતો.

Tags :
Advertisement
Advertisement