For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુમુલ ડેરીની મોટી જાહેરાત: પશુપાલકોને આપશે 350 કરોડ રૂપિયા બોનસ; આ તારીખે ખાતામાં જમા થશે પૈસા

06:03 PM May 17, 2024 IST | Drashti Parmar
સુમુલ ડેરીની મોટી જાહેરાત  પશુપાલકોને આપશે 350 કરોડ રૂપિયા બોનસ  આ તારીખે ખાતામાં જમા થશે પૈસા

Sumul Dairy: સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે એક મોટી જાહેરાત કરવામાં આવ છે. સુમુલ ડેરીએ(Sumul Dairy) સુરત અને તાપી જીલ્લાના કુલ 2.50 લાખ જેટલા પશુપાલકોને બોનસ આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુમુલ ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોની સંખ્યા નોંધાય છે.

Advertisement

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સુમુલ ડેરી દ્વારા અવારનવાર ફેટના ભાવમાં વધારો કરવાથી લઈને બોનસ આપવાની પણ જાહેરાત થતી રહે છે. . આ વખતે ફરી વાર નિયામક મંડળને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પશુપાલકોને એક કિલો ફેટ દીઠ 115 રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોના ખાતામાં 4 જૂનના દિવસે રૂપિયા જમા થશે.

Advertisement

સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની બેઠકમાં પશુપાલકો માટે મહત્વનો નિર્યણ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં તમામ ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા. સુમુલ ડેરીએ વર્ષ 2023/24નું વાર્ષિક ટન ઓવર 633 કરોડનું કર્યું છે. જે ગત વર્ષ કરતાં 18% કરતા વધુ છે. જેને ધ્યાનમાં રાખીને નિયામક મંડળ દ્વારા પશુપાલકોને બોનસ પેટે કુલ 385 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જેટલા પણ પશુપાલકો છે. તેમના ખાતામાં 4 જૂનના દિવસે 385 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે.

Advertisement

પશુપાલકોમાં આનંદનો માહોલ
સુમુલના નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયા બાદ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળીયો હતો. દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે.

ત્યારે ફરી એક વખત પશુપાલકોને બોનસની જાહેરાત થતાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 4 જુન બાદ સુમુલ સુરત તાપી મંડળી મા 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24 ના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 6333 કરોડ નું થયું હતું. જે ગતવર્ષ કરતા 18% વધુ છે. સુમુલની ગુજરાત મહારાષ્ટ્ર ગોવા મા દૂધના પ્લાન્ટ કાર્યરત છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement