For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં 'યમરાજ' બની બ્લુ સીટી બસ- બાઈક પર શાળાએ જતાં વિદ્યાર્થીને સિટી બસે લીધો અડફેટે, ધોરણ 11 વિદ્યાર્થીના મોતથી લોકોમાં ભારે રોષ

12:58 PM Jan 13, 2024 IST | V D
સુરતમાં  યમરાજ  બની બ્લુ સીટી બસ  બાઈક પર શાળાએ જતાં વિદ્યાર્થીને સિટી બસે લીધો અડફેટે  ધોરણ 11 વિદ્યાર્થીના મોતથી લોકોમાં ભારે રોષ

Surat City Bus: રાજ્ય સહીત સુરત શહેરમાં બીઆરટીએસ બસની અડફેટે આવીને મોત થયાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવ્યા કરે છે.બસચાલકો( Surat City Bus ) બેફામ રીતે બસ હંકારે છે,જેનો ભોગ માસુમ લોકો બને છે.સરકાર દ્વારા જે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો એનો પણ બસચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આજે ફરીથી પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટૂ-વ્હીલર પર જતા ધોરણ 11ના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.જેને લઇ તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Advertisement

માતાપિતાને જાણ થતા કર્યું હૈયાફાટ રુદન
મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે. શાળાએ બાઇક પર જતા સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો. જેથી ઘટનામાં માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો.સવારે 6.30.કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો.મૃતક વિધાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલીયા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોને ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનાં માતા-પિતાએ દીકરો ગુમાવતાં હૈયાફાટ રુદન કર્યું હતું, જ્યારે પરિવારજનો તેમને સાંત્વના આપી રહ્યાં હતાં.

Advertisement

આવા બસચાલકના કારણે પરિવારનો દિપક બુજાયો
મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી આર.એસ.એમ પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો.સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સીટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી. ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ સીમિત હોવાનું સામે આવ્યું છે.નિયમોની ઐસીતૈસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે ? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.

Advertisement

ડ્રાઇવર નશાની હાલતમાં હતો
મૃતકના સંબંધી સુનીલ મોરાવાલાએ જણાવ્યું હતું કે પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે અકસ્માત થયો હતો. ત્યાર બાદ બસચાલકે બસ છોડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટના બની હતી ત્યારે આસપાસના લોકોએ ડ્રાઇવરને જોઈ લેતાં તેને આગળ જઈને પકડી પાડ્યો હતો. અકસ્માત થયો એ દરમિયાન ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ અમે ગૌરવના પિતા સાથે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે આવ્યા છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement