Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

મોરબીમાં દારૂની રેલમછેલ -સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી કરોડોના દારૂ સાથે 10ની કરી ધરપકડ

03:53 PM Mar 20, 2024 IST | V D

Liquor in Morbi: મોરબી પંથકના લાલપુર ગામે ગાંધીનગરથી(Liquor in Morbi) સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી ગોડાઉનમાંથી 2.18 કરોડના દારૂ સાથે બે ટ્રક, 3 બોલેરો, હોન્‍ડા સિટી સહિત કરોડોનાં મુદ્દામાલ સાથે 10 લોકોને ઝડપી લેતા મોટો ખળભળાટ મચી ગયો છે.ત્યારે એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

Advertisement

એસએમસીની ટીમેને રાતભર દારૂની ગણતરી કરવી
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી -વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં આવેલ શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખ્સોને અટકાયતમાં લીધા હતા.દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતાં ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો સ્થળ પરથી મળ્યાં છે, જેની કિંમત 66.55 લાખ થાય છે તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાથી એસએમસીની ટીમેને રાતભર ગણતરી કરવી પડી હતી.

જિમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં એનું વેચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ કરી હતી, સાથે જ આરોપી જિમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખસને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

Advertisement

વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં મોરબીના વિરપરડા ગામના પાટિયા નજીકથી પોલીસની સંડોવણી વાળા ડિઝલચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસની હદમાં જ ગતરાત્રીના દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે અને મોરબી પોલીસને દોડધામ થઇ પડી છે.

Advertisement
Advertisement
Tags :
Next Article