For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કેવડિયા/ સરકાર લાખોનો ખર્ચો કરી 295 પ્રાણીઓ વિદેશથી લાવ્યા હતાં, 30%થી વધુનાં મોત, કોણ રહેશે જવાબદાર?

04:34 PM Feb 21, 2024 IST | Chandresh
કેવડિયા  સરકાર લાખોનો ખર્ચો કરી 295 પ્રાણીઓ વિદેશથી લાવ્યા હતાં  30 થી વધુનાં મોત  કોણ રહેશે જવાબદાર

Statue of Unity: કેવડિયામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે દેશ-વિદેશમાંથી 295 જેટલા પ્રાણીઓ(Statue of Unity) લાવીને સફારી પાર્કમાં મુકવામાં આવ્યા હતા પરંતુ તે પ્રાણીઓને અહીની આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં 38 જેટલા પ્રાણીઓએ દમ તોડી દીધો છે.

Advertisement

4.15 લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ લાવવામાં આવ્યા
આ પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી થઇ રહી છે. મળતી માહિતી અનુસાર, તે પ્રાણીઓને અહીનું વાતાવરણ અનુકૂળ આવતું નથી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નર્મદા વિભાગના મંત્રીએ જણાવ્યું છે કે પ્રવાસીઓને આકર્ષવા માટે સફારી પાર્કમાં 4.15 લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ અહી લાવવામાં આવ્યા છે.

Advertisement

આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ છે
મળતી માહિતી અનુસાર, પ્રાણીઓમાં સૌથી વધુ 94 ગ્રીન ચીક્ડ કોનુરની સંખ્યા જોવા મળી રહી છે. તે ઉપરાંત 12 સન કોનુર, 10 ગોલ્ડન બ્લ્યુ મકાઉ, 8 ઇમુ, 10 ફિઝન્ટ, નવ સિલ્વર ફિઝન્ટ, 7 બ્લેક સ્વાન, 6 કેરોલીના ડક, 10 લોરીકીટ કેઇન બો, 8 યલો ક્રાઉન એમોઝોન સહિત કુલ 295 પ્રાણીઓથી સફારી પાર્ક ભરચક બની ગયું છે. મોટાભાગે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે. આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ તમને જોવા મળી શકે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement