For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ખાખી પર કલંક! અ'વાદમાં દારુની બોટલો સાથે ‘પોલીસ’ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત- એક્ટિવાચાલકની હાલત ગંભીર

10:27 AM Dec 03, 2023 IST | Chandresh
ખાખી પર કલંક  અ વાદમાં દારુની બોટલો સાથે ‘પોલીસ’ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત  એક્ટિવાચાલકની હાલત ગંભીર

Ahmedabad accident news: રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટના યથાવત ચાલી રહી છે. તે બધ થવાનું નામ જ નથી લઈ રહી. તેવી જ એક અકસ્માતની ઘટના રાજ્યના મહાનગર તરીકે ઓળખાતું શહેર અમદાવાદમાંથી સામે આવી છે.અમદાવાદના નાના ચિલોડા રોડ પર ગંભીર અકસ્માત (Ahmedabad accident news) ઘટના સામે આવી રહી છે. ફૂલ ઝડપે આવતી હોન્ડા અમેઝે આગળ ચાલી રહેલ અર્ટિગા અને એક્ટિવા ટકરાઈ હતી.

Advertisement

Advertisement

આ એકાએક ટકકરના કારણે અર્ટિગા અને એક્ટિવાના ચાલક બંનેને પછડાટ લાગી અને ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસની પણ 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને અકસ્માત કરનાર કારચાલકની અટકાયત કરી હતી.હાલ કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો છે. જોકે, કારમાંથી દારુની બોટલો મળતા તેની ફરિયાદ પણ અલગથી નોંધવામાં આવશે.

Advertisement

હોન્ડા અમેઝની અર્ટિગા-એક્ટિવા સાથે ટકકર
નાના ચિલોડા રોડ પર એક હોન્ડા અમેઝ કાર ફૂલ ઝડપે આવી રહી હતી. કાર ચાલકે ખૂબ જ સ્પીડમાં આગળ જઈ રહેલ અર્ટિંગા કાર અને એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. આ ટકકરના કારણે એક્ટિવા ચાલક 50 ફૂટ સુધી ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો હતો જ્યારે અર્ટિગા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. બંનેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો
આજ રોજ 9 વાગ્યાની આસપાસ અમદાવાદ કરાઈ પાટિયા પાસે એક પોલીસકર્મીએ ગંભીર અકસ્માત સર્જી એક્ટિવા ચલાવતા પ્રણવ ભિખાભાઈ પટેલ તથા કાર ચાલક પ્રજ્ઞેશ મંગળદાસ પટેલને અડફેટે લઈ લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવાચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે. મળતી માહિતી અનુસાર અકસ્માત કરનાર કારચાલક નામે ચિરાગ બાબુભાઈ વાઘેલા નાઓ જે.એમ.ટી. શાખા ખાતે ઓફિસ ગાંધીનગર પોલીસ ખાતે કારકુનમાં ફરજ બજાવે છે.

અકસ્માત કરનારની કારમાંથી દારુની બોટલો મળી
અકસ્માત સર્જનાર હોન્ડા અમેઝ પર ‘પોલીસ’ની નેમ પ્લેટ પણ લગાવી હતી. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જોકે, અકસ્માત કરનાર આ ચાલક કોણ છે? અને ઘટનાક્રમ શું છે? તે પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે.

Tags :
Advertisement
Advertisement