For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સોનુ સુદના બહેન કોંગ્રેસમાંથી ચુંટણી લડ્યા હતા, શું થયુ તેનુ? હાર્યા કે જીત્યા? જાણો જલદી

12:00 PM Mar 11, 2022 IST | Hiren Mangukiya
સોનુ સુદના બહેન કોંગ્રેસમાંથી ચુંટણી લડ્યા હતા  શું થયુ તેનુ  હાર્યા કે જીત્યા  જાણો જલદી

ગઈકાલે વિધાનસભાની ચુંટણીના પરિણામો આવ્યા અને ખુબ આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. આજે અહી વાત છે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022)માં મોગા સીટ (Moga Assembly Seat) પર આ વખતે તમામની નજર હતી. કારણકે આ સીટ ઉપરથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu sood)ની બહેન માલવિકા સૂદ (Malvika Sood) કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા. અને તેમની સામે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ અમનદીપ કૌર અરોરા હતા તો, બીજી તરફ અકાલી ઉમેદવાર બરજિંદર સિંહ મખન બ્રાર હતા.

Advertisement

Advertisement

ખ્યાતનામ એક્ટર અને કોરોનાકાળ દરમિયાન લોકો માટે મસીહા બનીને સેવા અને મદદ કરનાર સોનું સુદની બેહન માલવિકા સુદ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે, તેણી 38 વર્ષની છે. માલવિકા સૂદ લાંબા સમયથી મોગા શહેરમાં સામાજિક કાર્ય કરી રહી છે. માલવિકા મોગા કમ્પ્યુટર એન્જિનિયર પણ છે, અને પોતાનું કોચિંગ સેન્ટર ચલાવે છે. તેમના પતિનું નામ ગૌતમ સાચર છે.તેઓ પણ સામાજિક કાર્યોમાં માલવિકા અને સોનુંને મદદ કરે છે.

Advertisement

તે તેના માતા-પિતા સાગર સૂદ અને સરોજ બાલા સૂદના નામે એક ફાઉન્ડેશન ચલાવે છે. ગરીબ બાળકોને શિક્ષણ થી માંડીને અનાથ બાળકોને સાર સંભાળ અને શિક્ષણ આપવાનું ખુબ સારું કામ તેઓ પંજાબમાં કરી રહ્યા છે, કોરોનાકાળ દરમિયાન લોકોની મદદ અને સેવાભાવી વૃતિ જોઇને ચરણજીતસિંહ ચન્ની પ્રભાવિત થયા હતા.

Advertisement

પંજાબની મોગા સીટ પરથી આ મુકાબલો પેહલાથીજ ત્રિકોણીય લાગી રહ્યો હતો. પરંતુ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ અમનદીપ કૌર અરોરાએ શરૂઆતથી જ મજબૂત પકડ બનાવી હતી.અને  આખરે તેઓ આ સીટ પરથી 58,813 મતો સાથે વિજયી બન્યા હતા. અને સૌ કોઈને અચરજમાં મૂકી દીધા હતા.

માલવિકા સૂદ કે જેઓ કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા, તેમણે પણ ખુબ સારી ટક્કર આપી હતી અને તેઓને બીજા નંબરે 38,125 મત મળ્યા હતા અને માત્ર ૨૦૦૦૦ મતથી હાર્યા હતા.તો અકાલી ઉમેદવાર બરજિંદર સિંહ મખન બ્રારને 28,213 મત મળ્યા તેમણે પણ અંત સુધી લડાયક લડત આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement