For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે: ગાંધીનગરમાં અમિત શાહની સામે ટક્કર આપશે આ પટેલ મહિલા, જાણો કોંગ્રેસ તરફથી કોનું નામ ચર્ચામાં ?

06:04 PM Mar 18, 2024 IST | V D
ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે  ગાંધીનગરમાં અમિત શાહની સામે ટક્કર આપશે આ પટેલ મહિલા  જાણો કોંગ્રેસ તરફથી કોનું નામ ચર્ચામાં

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં ભાજપ અને INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આપ ચૂંટણી લડશે. ઉમેદવાદોની યાદી જાહેર થઈ રહી છે. ત્યારે નજર કરીએ એવી બેઠકો પર કે જે ગુજરાતમાં મહત્વની મનાય(Lok Sabha Election 2024) છે. કોંગ્રેસ આગામી મંગળવારે તા. 19મીએ ગુજરાતના ઉમેદવારો જાહેર કરે તેવી શકયતા છે. આ પહેલા પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સામે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી સોનલ પટેલને મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. જો કે,બીજા બે ઉમેદવાર પણ પેનલમાં છે,પણ સોનલ પટેલનું નામ મોખરે છે.

Advertisement

શાહની સામે કોંગ્રેસ તરફથી પટેલ મહિલા ઉતરી શકે છે
ભાજપ દ્વારા લોકસભાની 22 બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે,કોંગ્રેસે હજુ 19 બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના છે. કોંગ્રેસે તા. 19મીએ સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક પછી ગુજરાતના ઉમેદવારો જાહેર થાય તેવી શકયતા છે,પણ ગાંધીનગરમાં સોનલ પટેલ સાથે ર્ડા.હિમાંશુ પટેલ અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ પણ મેદાનમાં છે. ખેડા બેઠક પર કાળુ ડાભીને ઉતારાય તેવી શકયતા છે. આણંદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર ન હોવાથી રાજેન્દ્રસિંહ પરમાર કે નટવરસિંહ મહિડા ચૂંટણી લડે તેવી શકયતા છે. અમરેલીમાં ઠુંમર પરિવારમાંથી કોઇને ટીકીટ મળે તેવી શકયતા છે. સુરેન્દ્રનગરમાં કોળી અને જામનગરમાં પટેલ સમાજને ટિકિટ મળી શકે, દાહોદમાં પ્રભાબેન તાવીયાડ હર્ષદ નિનામાને ટીકીટ મળી શકે, મહેસાણામાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવસિંહ ઠાકોરે ના પાડતા હવે ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતારાય તેવી શકયતા છે.

Advertisement

આદર્શ આચાર સહિતાનો કડક અમલ કરાશે
આદર્શ આચાર સહિતાના અમલીકરણમાં કુલ 6389 બેનરો પોસ્ટરો અને ભીંત ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 5381 જાહેર મિલકતો અને 1008 ખાનગી મિલકતો ઉપરથી હટાવાયા છે. 2455 ભીંતચિત્રો, 387 પોસ્ટર અને 1989 પોસ્ટર વગેરે જાહેર મિલકતો ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. ખાનગી મિલકતો પરથી 665 ભીંતચિત્રો, 165 પોસ્ટર અને 125 પોસ્ટર વગેરે દૂર કરવામાં આવ્યા છે.

Advertisement

જામનગરમાં પટેલ સમાજને ટિકિટ મળી શકે છે
આણંદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર ન હોવાથી રાજેન્દ્રસિંહ પરમાર કે નટવરસિંહ મહિડા ચૂંટણી લડે તેવી શકયતા છે. અમરેલીમાં ઠુંમર પરિવારમાંથી કોઇને ટીકીટ મળે તેવી શકયતા છે. સુરેન્દ્રનગરમાં કોળી અને જામનગરમાં પટેલ સમાજને ટિકિટ મળી શકે, દાહોદમાં પ્રભાબેન તાવીયાડ હર્ષદ નિનામાને ટીકીટ મળી શકે, મહેસાણામાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવસિંહ ઠાકોરે ના પાડતા હવે ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતારાય તેવી શકયતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement