For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં ઉમટ્યું બોલીવુડ; હની સિંહે ધમાકેદાર ગીતો ગાઈ લગાવ્યાં ચાર ચાંદ

03:25 PM Jun 24, 2024 IST | Drashti Parmar
સોનાક્ષી ઝહીરના રિસેપ્શનમાં ઉમટ્યું બોલીવુડ  હની સિંહે ધમાકેદાર ગીતો ગાઈ લગાવ્યાં ચાર ચાંદ

Sonakshi Zaheer Reception: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂને તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓએ મુંબઈમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટન ખાતે ભવ્ય રિસેપ્શનનું(Sonakshi Zaheer Reception) પણ આયોજન કર્યું હતું. જ્યાં તેમની પાર્ટીમાં સલમાન ખાન, અનિલ કપૂર, રેખા સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

Advertisement

રિસેપ્શન પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે, પરંતુ આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તમે સોનાક્ષી સિન્હાના મિત્ર યો યો હની સિંહને તેનું લોકપ્રિય ગીત લાઈવ ગાતા જોઈ શકો છો. આટલું જ નહીં આ કપલ હની સિંહ સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

Advertisement

સોનાક્ષી-ઝહીરે દિલ ખોલીને ડાન્સ કર્યો
આપણે બધા જાણીએ છીએ કે સોનાક્ષી સિંહાને ડાન્સ કરવાનો કેટલો શોખ છે. રિસેપ્શન પાર્ટીમાં સોનાક્ષી તેના પતિ ઝહીર ઈકબાલ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ સે'ના પ્રખ્યાત ગીત 'છૈયા છૈયા' પર ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં કપલ દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

સોનાક્ષી-ઝહીરનો પ્રેમ
આ વીડિયોમાં સોનાક્ષી-ઝહીર હની સિંહની સામે ઉભા રહીને ડાન્સ કરતા જોઈ શકાય છે. જ્યારે હની સિંહ ઈંગ્લિશ બીટ ગાતો હતો ત્યારે આ કપલ સિંગર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વાયરલ ફોટા અને વીડિયોમાં બંને વચ્ચે ઘણો પ્રેમ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે પોતાના લગ્નની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement