For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આ ડ્રાયફ્રૂટ્સને સુકા ખાવાના બદલે પલાળીને ખાવાથી થશે બમણો ફાયદો; જાણો વિગતવાર

04:45 PM Jun 11, 2024 IST | Drashti Parmar
આ ડ્રાયફ્રૂટ્સને સુકા ખાવાના બદલે પલાળીને ખાવાથી થશે બમણો ફાયદો  જાણો વિગતવાર

Dry Fruits Benefits: આરોગ્ય નિષ્ણાતો વારંવાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. તમે એ પણ જાણતા હશો કે ડ્રાય ફ્રુટ્સનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. પરંતુ શું તમે જાણો છો કે આખી રાત પલાળેલા કેટલાક ડ્રાયફ્રુટ્સ(Dry Fruits Benefits) ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisement

તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ?
તમારે રાત્રે સૂતા પહેલા એક પાત્રમાં થોડું પાણી ભરવાનું છે અને પછી આ પાણીમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાનું છે. ડ્રાય ફ્રૂટ્સને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દો. હવે બીજા દિવસે સવારે ખાલી પેટ આ ડ્રાયફ્રુટ્સનું સેવન કરો.

Advertisement

બદામ- જો તમે બદામ ખાવાથી સ્વાસ્થ્ય લાભ વધારવા માંગતા હોવ તો તમારે પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ. બીજા દિવસે સવારે ખાલી પેટે આખી રાત પલાળેલી બદામ ખાવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકાય છે. આ સાથે જ તમારી વિચાર શક્તિ વધે છે. બદામ તમારી સ્કીન અને હેર માટે પણ બેસ્ટ છે.

Advertisement

ચિયા સીડ્સ- ચિયા સીડ્સમાં સારી માત્રામાં ફાઈબર અને ઓમેગા-3 મળી આવે છે. તમારે લગભગ એક ચમચી ચિયાના બીજને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે. તમે તમારા દિવસની શરૂઆત બીજા દિવસે પલાળેલા ચિયા બીજથી કરી શકો છો. ચિયા સીડ્સથી તમારી સ્કીન ગ્લો કરશે. સાથે જ તમે ચીય સીડ્સને તમારી વેટ લોસ ડાયટમાં ઉમેરી શકો છો

કિસમિસ- કિસમિસને આખી રાત પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાઓ. આ રીતે કિસમિસ ખાવાથી તમે પેટ સંબંધિત સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. પલાળેલા કિસમિસ ખાવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે.

Advertisement

(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)

Tags :
Advertisement
Advertisement