For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વાડીલાલ સહીત 10 આઈસક્રીમ કંપનીના સેમ્પલ આવ્યા ફેઈલ, જોઇલો લીસ્ટ

11:47 AM May 10, 2024 IST | admin
વાડીલાલ સહીત 10 આઈસક્રીમ કંપનીના સેમ્પલ આવ્યા ફેઈલ  જોઇલો લીસ્ટ

હાલમાં ઉનાળાની સીઝનમાં સુરતીઓ ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ખાઈને મજા માણી રહ્યા છે. પરંતુ આઈસ્ક્રીમ વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના જાણીતા આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાંથી મનપાના ફુડ વિભાગ દ્વારા તારીખ 30 એપ્રિલ ના રોજ વિવિધ આઈસ્ક્રીમના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવી ગયા છે.જેમાંથી 10 દુકાનોનાં આઇસક્રીમનાં નમૂનાં ફેલ નીકળ્યા છે. જેમાં ખ્યાતનામ વાડીલાલ આઈસ્ક્રીમના (Vadilal Icecream sample fail) નમુના પણ ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ નમૂનાંઓમાં મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવાં આઇસક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે.

Advertisement

10 દુકાનના નમૂના ફેલ ગયા

સુરત શહેર વિસ્તારમાં આઈસક્રીમનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાથી આ માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી આઈસક્રીમના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 10 દુકાનોનાં આઇસક્રીમનાં નમૂનાં ફેલ નીકળ્યા છે. મિલ્ક ફેટની માત્રા 10 ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલીડની માત્રા પણ 36 ટકાથી ઓછી મળી હતી.આવાં આઇસક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે. આ 10 સંસ્થાઓમાંથી 87.5 કિલો જથ્થાનો નાશ કરાયો હતો.

Advertisement

Advertisement

આવા આઈસ્ક્રીમ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે

આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ, આવા હલકી કક્ષાનાં આઈસક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબે ગાળે વિપરીત અસર થઈ શકે છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સ ફેટી એસિડ વધી જાય છે, જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે, જેનાથી પ્રેશરની બીમારી થાય છે તથા હૃદયની ધમની પર અસર થઈ હાર્ટ ઍટેક આવી શકે છે. વળી, આઇસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું છે.

Advertisement

આ આઈસ્ક્રીમ દુકાનના નમૂના ફેલ થયા

સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

માધવ આઈસ્ક્રીમ 20A,દુકાન નં.9,10,11,નિધિ કોમ્પ્લેક્સ,ચોપાટી સામે, નાના વરાછા,સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

ચાંદામામા આઈસ્ક્રીમ પ્લોટ નં-44 મેઝ સિદ્ધેશ્વર સો, વેડ રોડ, કતારગામ સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

સંત કૃપા આઈસ્ક્રીમ જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

પ્રાઈમ નેચરલ દુ. નં. ૮-૯, બિલ્ડીંગ સી, સનઈ રેસિડન્સી, પરસુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

રાધે પાર્લર દુ. નં. ૧૨, બિલ્ડીંગ સી, સનઈ રેસિડન્સી, પરસુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ દુકાન નં-11, એપલ સ્ક્વેર, નવજીવન સોસાયટી, વેડ રોડ, સુરત -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

ઉમિયા એજન્સી પ્લોટ નં. 29,30, જી.એફ., ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ, જહાંગીરપુરા, સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. (Vadilal Icecream sample fail) પ્લોટ નં.૧૦૮/એ, કાંસા નગર, કતારગામ, સુરત -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે. - "આઈસક્રીમના" નમુનામા ટોટલ સોલીડ ની માત્રા ૩૬% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી પ્લોટ નં. 3, GF, કલ્યાણ નગર સો., પુના સિમાડા રોડ, સુરત. -"આઈસક્રીમના" નમુનામા Milk Fat ની માત્રા ૧૦% હોવી જોઇએ, જે ઓછી જણાય આવેલ છે.

Tags :
Advertisement
Advertisement