For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

1 જુલાઈથી સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ થશે શરૂ; હવે ફાસ્ટેગથી સીધું જ કપાશે ચલણ

11:34 AM Jun 26, 2024 IST | V D
1 જુલાઈથી સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ થશે શરૂ  હવે ફાસ્ટેગથી સીધું જ કપાશે ચલણ

FASTag Traffic Challan: રોડ સેફટી વધારવા માટે સરકાર સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. ત્યારે માર્ગ અકસ્માતોને રોકવા અને માર્ગ સલામતીના કાયદાને મજબૂત કરવા માટે ફરી એકવાર ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈવે પર વધતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને નવી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ(FASTag Traffic Challan) લાગુ કરવામાં આવી રહી છે. નવો નિયમ 1 જુલાઈથી લાગુ થશે. જે પછી સીધા તમારા ફાસ્ટેગમાંથી ચલણ કપાશે. આ માટે ટોલ ગેટને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર કેમેરા અને સ્પીડ ગન લગાવવામાં આવશે
કર્ણાટક પોલીસે દારૂના નશામાં ડ્રાઇવિંગને રોકવા માટે 155 લેસર સ્પીડ ગન સાથે 800 આલ્કોમીટરનું રાજ્યભરમાં વિતરણ પણ કર્યું છે. ADGP ટ્રાફિક અને રોડ સેફ્ટી આલોક કુમારે જણાવ્યું હતું કે 1 જુલાઈથી સમગ્ર બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ થઈ જશે. આ સિસ્ટમ ડિસેમ્બર 2022માં બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. ITMS ટેક્નોલોજી હેઠળ, 50 મોટા જંકશન પર 250 ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા અને 80 રેડ લાઈટ ડિટેક્શન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. મૈસૂરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓને 1 જુલાઈથી ચલણ મળવાનું શરૂ થઈ જશે.

Advertisement

ફાસ્ટેગ વોલેટમાંથી સીધો જ દંડ કાપી શકાય
રિપોર્ટ અનુસાર, બેઠકમાં રાજ્ય પોલીસની ટ્રાફિક અને રોડ સેફ્ટી વિંગે ફાસ્ટેગ સાથે ટોલ ગેટ પર ચલણ સિસ્ટમને એપ્લાઇ કરવા પર ચર્ચા કરી હતી. આ સાથે ફાસ્ટેગ વોલેટમાંથી સીધો જ દંડ કાપી શકાય છે. ADGP તેની મંજૂરી માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને પત્ર લખવાની યોજના ધરાવે છે.

Advertisement

નિયમો તોડનારાઓને ટાઇમ પર એસએમએસ મોકલવામાં આવશે
એટલું જ નહીં, ટૂંક સમયમાં જ ટ્રાફિકના નિયમો તોડનારાઓને રિયલ ટાઈમ પર SMS એલર્ટ મોકલવામાં આવશે. સરકાર ટ્રાફિક પર નજર રાખવા માટે કેમેરાની સંખ્યા વધારવા પર ભાર આપી રહી છે. નવા સ્થાપિત ANPR કેમેરા દ્વારા સુવિધાયુક્ત ટ્રાફિક નિયમોનો અમલ 1 જુલાઈથી શરૂ થશે. ADGP ટ્રાફિક અને રોડ સેફ્ટી આલોક કુમારે જણાવ્યું હતું કે 1 જુલાઈથી સમગ્ર બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેને નવા સ્માર્ટ ટ્રાફિક નિયમો એટલે કે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ ડિસેમ્બર 2022માં જ બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. ITMS ટેક્નોલોજી હેઠળ, ટ્રાફિક પોલીસે 50 મુખ્ય જંકશન પર 250 ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા અને 80 રેડ લાઈટ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. હવે 1 જુલાઈથી મૈસૂરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને સીધા જ ચલણ જારી કરવામાં આવશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement