Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયક્લોથોનમાં સુરતની છ દીકરીઓ જોડાઈ, આવતીકાલે સુરતમાં થશે સન્માન

05:23 PM Jan 02, 2024 IST | V D

Mega Cycle Rally: આઝાદીના અમૃત્તકાળમાં એનસીસી કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલી( Mega Cycle Rally )નું આયોજન કરવામાં આવ્યું છે. ગત આઠમી ડીસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ આવતીકાલે સુરત આવી પહોંચશે.

Advertisement

જે કાપોદ્રા ખાતે આવેલ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલમાં આવશે ત્યારે સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટસ, ઈન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉદ્યોગકાર અને આઇડીઆઇ(ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું
આઝાદીના અમૃત્તકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સહુ કોઈનો ફાળો છે. વિશ્વની ટોપની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેડેટ કોપર્સ(એનસીસી)નું વિશેષ યોગદાન છે. એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. ગત ૮મી ડીસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી. જે આવતીકાલે સવારના 8.30 વાગ્યાના અરસામાં સુરત આવી પહોંચશે. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની છ દિકરીઓએ પણ ભાગ લીધો છે.

Advertisement

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે
આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે.

વિશેષતા:
મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાયકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃત્તા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.

Advertisement

Advertisement
Tags :
Next Article