For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સર, પોલીસ ચોકી પાસે જ વેચાય છે ગાંજો, નીડર વિદ્યાર્થીએ પોલીસ અધિકારીને પૂછ્યા એવા સવાલો કે, જુઓ વિડીયો

12:56 PM Mar 10, 2024 IST | V D
સર  પોલીસ ચોકી પાસે જ વેચાય છે ગાંજો  નીડર વિદ્યાર્થીએ પોલીસ અધિકારીને પૂછ્યા એવા સવાલો કે  જુઓ વિડીયો

Viral Video: ભારતમાં યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા સરકાર અને પોલીસ સતત પ્રયાસો કરે છે. ક્યારેક તેઓ પદયાત્રા કરીને તો ક્યારેક સેમિનાર યોજીને જાગૃતિ ફેલાવે છે.આવી સ્થિતિમાં પોલીસની જ ભૂમિકા પર સવાલ ઉઠે તો?...ત્યારે એક વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video) થયો હતો જેમાં તે ડ્રગ્સ સામે એક ઇવેન્ટ દરમિયાન પોલીસ અધિકારીને સવાલ પૂછતો જોવા મળ્યો હતો.

Advertisement

વાયરલ થયો વિડીયો
આ વીડિયોમાં એક પોલીસ અધિકારી લોકોને સંબોધતા જોવા મળે છે. સમગ્ર ઓડિટોરિયમ વિદ્યાર્થીઓથી ભરેલું છે. આ દરમિયાન, એક યુનિવર્સિટીમાંથી એક વિદ્યાર્થી ઉભો થાય છે અને સ્ટેજ પર ઉભેલા અધિકારીને પ્રશ્ન કરે છે.વિદ્યાર્થી કહે છે, 'અમે ડ્રગ્સ પર આ સેમિનાર સાંભળી રહ્યા છીએ.પરંતુ યુનિવર્સિટી ડ્રગ વ્યસનનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં અમે ચાર-પાંચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બેઠા છીએ. આજના સમયમાં ગાંજો, કે ડ્રગ સંબંધિત કોઈપણ વસ્તુ મેળવવી એ ટોફી-ચોકલેટ જેટલું જ સરળ બની ગયું છે. સાહેબ, જો પ્રથમ વર્ષ કે બીજા વર્ષનો વિદ્યાર્થી ટ્રેકીંગની મદદથી ગાંજાના વેપારીને શોધી શકે છે, તો પોલીસ કેમ કરી શકતી નથી, શું તેની પાછળ પોલીસનો કોઈ હાથ રહેલો છે.?'

Advertisement

પોલીસચોકીની સામે ગાંજો મળે છે
વિદ્યાર્થી આગળ કહે છે, 'સર,કોલેજની સામે પોલીસ ચોકી પાસે ગાંજાનું વેચાણ થાય છે. શું તમને નથી લાગતું કે આ પોલીસની નિષ્ફળતા છે?'તમને જણાવી દઈએ કે વીડિયોમાં વિદ્યાર્થીના પ્રશ્નનો જ ભાગ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીનો સવાલ સાંભળીને પોલીસ અધિકારીએ શું જવાબ આપ્યો આ વાયરલ વીડિયોમાં દેખાતું નથી.

Advertisement

યુઝર્સે આવી પ્રતિક્રિયાઓ આપી
આ વીડિયો પર ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો જાણવા માંગતા હતા કે પોલીસ અધિકારીએ શું જવાબ આપ્યો. જ્યારે કેટલાક લોકોએ આ વિદ્યાર્થીની હિંમતની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે વિદ્યાર્થીએ સાચો પ્રશ્ન પૂછ્યો છે. જો કે, કેટલાક યુઝર્સ એવા છે જેમના મતે વિદ્યાર્થીઓએ પોલીસને સવાલ ન કરવો જોઈએ પરંતુ તેમને મદદ કરવી જોઈએ. યુઝર્સે લખ્યું કે વિદ્યાર્થી અહીં પ્રશ્નો પૂછી રહ્યો છે, જો તેણે પોલીસને આવી માહિતી આપી હોત તો સારું થાત.

Advertisement

Tags :
Advertisement
Advertisement