For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બ્રિટનમાં સર્જાયો ઇતિહાસ: હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખીને મૂળ ગુજરાતની શિવાની રાજાએ લીધા શપથ

01:05 PM Jul 11, 2024 IST | V D
બ્રિટનમાં સર્જાયો ઇતિહાસ  હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખીને મૂળ ગુજરાતની શિવાની રાજાએ લીધા શપથ

Shivani Raja: બ્રિટિશ સંસદીય ચૂંટણીઓમાં ભારતીય મૂળના નેતાઓએ સારી સંખ્યામાં જીત નોંધાવી છે. તેમાંથી એક ગુજરાતની વતની શિવાની રાજા(Shivani Raja) છે જેણે લેસ્ટર ઈસ્ટ સીટ પરથી ચૂંટણી જીતી છે. તે હાઉસ ઓફ કોમન્સમાં આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.

Advertisement

પૂર્વ ડેપ્યુટી મેયરને હરાવ્યા
દીવ મૂળના આ યુવા મહિલા નેતાએ કન્ઝર્વેટિવ (ટોરી) પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા. ઈન્દોરના વતની અગ્રવાલ લંડનના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. શિવાનીને 14,526 વોટ મળ્યા અને તેણે તેના નજીકના હરીફ અગ્રવાલને 4426 વોટથી હરાવ્યા.

Advertisement

37 વર્ષમાં લેસ્ટર ઇસ્ટ જીતનાર પ્રથમ ટોરી નેતા
તે 37 વર્ષમાં લેસ્ટર ઇસ્ટ જીતનાર પ્રથમ ટોરી નેતા હોવાનું કહેવાય છે. આ વિસ્તાર લેબર પાર્ટીનો મજબૂત વિસ્તાર માનવામાં આવે છે. શિવાની પહેલીવાર સાંસદ બની છે. તેમણે તેમના ચૂંટણી પ્રચારમાં ભારતીય મૂળના બ્રિટિશ મતદારોને સક્રિયપણે સામેલ કર્યા. તેમણે ભારતમાં રહેતા બ્રિટિશ મતદારોને પણ ઓનલાઈન વોટિંગમાં ભાગ લેવાની અપીલ કરી હતી. પ્રચાર દરમિયાન તે સુરતના મેયરને પણ મળી હતી. એવું કહેવાય છે કે આ વખતે સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના 100 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

Advertisement

ભરૂચના વતની ઈકબાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા
ગુજરાતના ભરૂચના વતની અને બ્રિટનમાં સ્થાયી થયેલા ઈકબાલ મોહમ્મદ અમદાવાદી કાદુજીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. ભરૂચના ટંકારીયા ગામના વતની બેટલી અને ડેઝબરી મતદારક્ષેત્રમાંથી છ હજારથી વધુના માર્જીનથી વિજેતા જાહેર થયા હતા. તેમના વતન ગામમાં તેમની જીતની ઉજવણી કરવામાં આવી હતી. અપક્ષ સાંસદ બનીને તેમણે ભરૂચને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત ભારતીય મૂળના નેતાઓમાં પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક, કનિષ્ક નારાયણ, સુએલા બ્રેવરમેન પણ જીત્યા.

Advertisement

બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા ઉમેદવારો?
શિવાની રાજાએ પોતાની જીત વિશે કહ્યું, "અગાઉના સાંસદો વાસ્તવમાં લોકો માટે ઊભા ન હોતા, તેથી તેઓ રાજકારણીઓ પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા. તેઓ એ વાતે પણ નિરાશ હતા કે અગાઉના સાંસદો રમખાણો દરમિયાન લિસેસ્ટર માટે ઊભા ન હોતા થયા અને વાત કરતા પહેલાં હિન્દુઓને દોષી ઠેરવતા હતા. આ વખતે ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ભારતીય મૂળના 30 લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે લેબર પાર્ટીએ 33 ભારતીય-બ્રિટિશ ઉમેદવારો બનાવ્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સ 11, ગ્રીન પાર્ટી 13, રિફોર્મ યુકે 13 અને અન્ય 7 ભારતીય મૂળના ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં હતા.

Tags :
Advertisement
Advertisement