For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સરકાર બનાવવાની રેસ શરૂ: INDIA ગઠબંધન તરફથી શરદ પવારે NDA ગઠબંધન તોડવા માટે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક

02:48 PM Jun 04, 2024 IST | V D
સરકાર બનાવવાની રેસ શરૂ  india ગઠબંધન તરફથી શરદ પવારે nda ગઠબંધન તોડવા માટે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક

Loksabha Election Results 2024: લોકસભા ચૂંટણીના પરિણામો(Loksabha Election Results 2024) સામે આવી રહ્યા છે ત્યારે ભાજપ કે કોંગ્રેસ ને એકલી બહુમતી મળી નથી રહી ત્યારે ગઠબંધન પક્ષો અને પોતાની તરફ બાંધી રાખવા અને બીજાના પક્ષોને ખેંચી લેવા માટે નેતાઓ તલપાપડ બન્યા છે.

Advertisement

મળતી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આંધ્રપ્રદેશમાં સત્તા પરિવર્તન કરનારી ટીડીપીના ચંદ્ર બાબુ નાયડુ અને બિહારના નીતીશકુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ત્યારે આ બંને એવા રાજનેતાઓ છે જે ગમે ત્યારે ગમે તેનો સાથ પોતાના ફાયદા માટે આપી દે છે ભૂતકાળમાં પણ એવું કંઈ કરી ચૂક્યા છે.

Advertisement

ત્યારે બીજી તરફ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે શરદ પવારે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર ને ટેલીફોનિક વાતચીત કરી છે અને ચંદ્રબાબુ નાયડુ ને આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટ નું સ્ટેટસ દેવાનો વાયદો આપ્યો છે જ્યારે નીતિશકુમાર ને નાયબ વડાપ્રધાન પદની ઓફર આપવામાં આવી છે.

Advertisement

હાલમાં આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી એનડીએ પાસે 291 બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે 241 બેઠક પર બહુમતી મળેલી છે.

Advertisement

ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર રાજસ્થાનમાં મોટો ફટકો મળ્યો છે બીજી તરફ કોંગ્રેસને ભાજપ સાથેની સીધી ટક્કર પરની ઘણી બેઠકો પર સફળતા મળી છે.

Tags :
Advertisement
Advertisement