For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માણસોને ઘણું બધું શીખવી જાય છે આ વિડીયો- સમય કાઢી જરૂર જોજો!

09:36 PM Mar 08, 2022 IST | Vidhi Patel
માણસોને ઘણું બધું શીખવી જાય છે આ વિડીયો  સમય કાઢી જરૂર જોજો

અવારનવાર દિલ જીતી લે તેવા પ્રાણીઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેખાય રહ્યા છે. હાલ એવો જ એક દિલ જીતી લે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક વાંદરો ટાંકીમાં જવાની કોશિશ કરી રહ્યો છે. આ વાંદરો ટાંકીની અંદર જવાની એટલે કોશિશ કરી રહ્યો છે કારણ કે, ટાંકીમાં એક માસુમ બિલાડી ફસાઈ ગઈ છે. આ બિલાડીને બચાવવા માટે વાંદરો ટાંકીમમાં કુદી જાય છે.

Advertisement

Advertisement

આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યનો વિડીયો પોતના ફોનમાં ઉતારી રહ્યા હતા. પરંતુ કોઈ પણ આ વાંદરાની મદદ કરી રહ્યું ન હતું. લોકો જોવા માંગતા હતા કે, શું આ વાનર બિલાડીને બચાવી શકે છે કે નહિ? વાંદરો બિલાડીને બચાવવા માટે ટાંકીમાં કુદકો લગાવે છે. ટાંકીમાં કુદી ગયા પછી વાંદરો બિલાડીના બચ્ચાને બચાવવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ વાંદરો બિલાડીના બચ્ચાને બહાર કાઢી શક્યો ન હતો. આ તમામ ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના ફોનમાં ઉતારી લે છે અને ઉતારેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરે છે. વાંદરો બિલાડીના બચ્ચાને બચાવવા માટે ઘણી બધી વાર ઉપર જાય છે અને ફરીથી નીચે આવે છે.

Advertisement

આ દરમિયાન તે ટાંકી પાસે એક છોકરી આવે છે. તે છોકરીને જોતા વાંદરો ટાંકીમાં ફસાઈ ગયેલ બિલાડીના બચ્ચા તરફ ઈશારો કરે છે. આ જોઇને તે છોકરી ટાંકીમાં ફસાયેલ બિલાડીના બચ્ચાને બચાવવા માટે જાય છે અને તેની સાથે વાંદરો પણ ટાંકીમાં કુદકો લગાવે છે. છોકરી ટાંકીમાં જઈને બિલાડીના બચ્ચાને બહાર કાઢે છે અને તે દરમિયાન વાંદરો તે બિલાડીના બચ્ચાને પકડી ઉભો રહી જાય છે. બિલાડીના બચ્ચાને બહાર કાઢયાં પછી તે છોકરી પણ બહાર આવી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો બધાના દિલ જીતી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement