Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાત માટે ગૌરવની વાત: દેશમાં બીજા નંબરે, રાજ્યમાં પ્રથમ: સુરતની ખ્યાતિ પટેલે 300 કિમીની મેરાથોન પૂર્ણ કરી 76 કલાકમાં

05:14 PM Feb 24, 2024 IST | V D

Khyati Patel: એવું કહેવાય છે કે જો સ્ત્રી ઈચ્છે તો તે કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં રહેતા ખ્યાતિ પટેલે(Khyati Patel) આ જ વાત સાબિત કરી છે. સુરત શહેરની ખ્યાતિ કેયુરભાઈ પટેલ એ 300 કિલોમીટરની અલ્ટ્રા મેરાથોન દોડીને ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસ માં બીજી મહિલા નો સ્થાન પ્રાપ્ત કર્યો છે.

Advertisement

બ્લુ બ્રિગેડ રનીંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે ત્યારે આ વખતે 14 મી ફેબ્રુઆરી,2024 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યનો નાસિક શહેર માં આવેલ સૈયદરી ફાર્મ થી અલ્ટ્રા મેરેથોન યોજાઈ. આ અલ્ટ્રા મેરેથોન માં ભારત દેશ સહિત અન્ય દેશોના આશરે 10 લોકોએ ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના ૨ રનરો અને ભારત દેશના દિલ્હી, પુને ,મુંબઈ, ચેન્નઈ ,ગુજરાત અન્ય રાજ્યના રનર જોડાયા હતા.

ખ્યાતિ પટેલ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા
સુરત શહેરની 48 વર્ષની ખ્યાતિ કેયુરભાઈ પટેલ જે એક કોફી લવર તરીકે ઓળખાય છે વર્ષ 2015માં 50 કિલોમીટર થી ખ્યાતિ પટેલે દોડવાનું નક્કી કર્યું હતું ત્યાર પછી 50 કિલોમીટરની 4 મેરેથોન ,100 કિલોમીટરની 4 મેરેથોન ,160 ની 1 મેરેથોન ,220 ની 1 મેરેથોન દોડી ફિટનેસ ને પ્રોત્સાહન આપ્યું છે.આ વર્ષે 2024 માં 300 km ની દોડ પૂર્ણ કરીને ખ્યાતિ પટેલ ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસ માં બીજી મહિલા નું સ્થાન પ્રાપ્ત કર્યો છે.મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરના સૈયદરી ફાર્મ ખાતે આ અલ્ટ્રા મેરેથોન શરૂ થઈ હતી 76 કલાકમાં આ 300 km ની અલ્ટ્રામ મેરેથોન જેમાં ફક્ત 10% જેવો રસ્તો સીધો અને દોડવા જેવો હતો બાકીનો 90% રસ્તો ખડબચડા પથ્થર વાળો જેમાં ચાલી પણ નહીં શકાય તેવા રસ્તા ઉપર 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે.આ દોડ શરૂ કરવા પહેલા તમામ પાર્ટિસિપેન્ટ નું મેડિકલ ચેકઅપ થાય છે જેમાં બ્લડ પ્રેશર ચેકઅપ ,યુરીન ટેસ્ટ ,સુગર લેવલનું ચેક અપ સાથે અન્ય તપાસ કરીને આ દોડ શરૂ કરવામાં આવતી હોય છે. ભારત દેશના ૩ અને ઓસ્ટ્રેલિયાના ૧ પાર્ટીસિપિન્ટે આ દોડ પૂર્ણ કરી હતી. જેમાં ખ્યાતિ પટેલ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો છે.

Advertisement

ચાર મહિનાની મહેનત બાદ આ પરિણામ હાંસલ કર્યું
ખ્યાતિ કેયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે સખત ચાર મહિનાની મહેનત બાદ આ પરિણામ હાંસલ થયું છે ખ્યાતિ પટેલ અઠવાડિયાના પાંચ દિવસ સવારે 3:30 વાગે ઊઠીને 3 થી લઈને 7 કલાક સુરત શહેરના રસ્તા ઉપર આ પ્રેક્ટિસ કરી છે, સુરત કેબલ બ્રિજ અને અન્ય બ્રિજ ઉપર પ્રેક્ટિસ કરવામાં આવતી હતી જે તેમના માટે લાભદાયક રહી.

ખ્યાતિ પટેલની ડાયટ અંગે કહી આ વાત
ખ્યાતિ પટેલની ડાયટની વાત કરીએ તો આ ચાર મહિનામાં અનહાઇજેનિક ફૂડ નો ત્યાગ કરી આરોગ્યપ્રદ ફૂડ ખાવાનું શરૂ કર્યું હતું જેમાં દોડતા પહેલા કાર્બોહાઇડ્રેટ્સ ત્યાર પછી રિકવરી માટે પ્રોટીન સાથે ડ્રાયફ્રુટ ,ખજૂર જેવા ખોરાકનો સમાવેશ કરવામાં આવ્યું હતું.સાથે જ્યારે આ ૩૦૦ કિમી. ની દોડ માં મે 150 કિલોમીટર દોડ કમ્પ્લીટ કરી હતી ત્યારે મને લાગ્યું કે હવે આ મેરેથોન કદાચ મારાથી પૂર્ણ નહીં થાય પરંતુ મારી સપોર્ટ ટીમમાં હાજર રહેલા મારા પતિ કેયુર અને દીકરો પ્રાર્થિષ્ઠ પટેલ અને ગાઈડ તેજલ મોદી ની સાથે મારા અન્ય સપોર્ટર જતીન બજાજ ,પરેશ પાલા ,દિનેશ પટેલ ,અર્પણ ઝાલા ,અંકુર હસોતી ,ચિંતન ચંદારાણા ના મોટીવેશનથી આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે 76 કલાકમાં દિવસના 37 ડીગ્રી અને રાત્રે 15 ડિગ્રીના ટેમ્પરેચરમાં આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે પૂર્ણ કરવા માટે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહેવું ખૂબ જ જરૂરી છે.

Advertisement

વધુમાં ખ્યાતિ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ કામ કરવા પહેલાં તમને ડિસિપ્લિન રીતે મેન્ટલી નિશ્ચય કરી તો એ કામ પૂર્ણ જ થાય છે. ભવિષ્યમાં હું મારું પોતાનું રેકોર્ડ બ્રેક કરું એવી આશા રાખું છું.

દેશ-વિદેશના રનરો મેરેથોનમાં દોડ્યા
બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે. ત્યારે આ વખતે 14 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલ સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ હતી. આ અલ્ટ્રા મેરેથોનમાં ભારત દેશ સહિત અન્ય દેશોના આશરે 10 લોકોએ ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના 2 રનરો અને ભારત દેશના દિલ્હી, પુણે, મુંબઈ, ચેન્નાઈ, ગુજરાત અને અન્ય રાજ્યના રનરો જોડાયા હતા.

Advertisement
Tags :
Next Article