For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સ્કૂલ રિક્ષાચાલકે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો...

11:39 AM Mar 09, 2024 IST | Chandresh
સ્કૂલ રિક્ષાચાલકે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ  માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

Surat News: બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવી રહ્યો છે. એક રિક્ષાચાલકે બાળકી સાથે ખરાબ હરકતો કરી હતી. જો કે, એક મહિલાએ તેનો વીડિયો ઉતારી લઈની જાગૃતાને કારણે રિક્ષાચાલકની (Surat News) પોલ ખુલ્લી પાડવામાં આવી હતી.

Advertisement

સુરતમાં આવેલું સગરામપુરામાં રહેતો રિક્ષાચાલક 11 વર્ષની વિધાર્થોની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતાં તેણે ફોનમાં વીડિયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વીડિયો બતાવતાં તે ચોંકી ગઈ હતી. માતાએ પૂછતાછ કરતાં બાળકીએ કહ્યું છે કે, રિક્ષાચાલકે તે બાળકી સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી ઘરે જાણ કરી ન હતી.

Advertisement

માતાએ પોતાની બાળકીને પૂછતાં તેણે કહ્યું હતું કે, રિક્ષાચાલક છેલ્લા 3 મહિનાથી સગરામપુરા પાસે 8-10 મિનિટ રિક્ષા ઉભી રાખી તેની સાથે ખરાબ હરકતો કરતો હતો. આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતાં અઠવા પોલીસે અખ્તર રઝા મુનીયાર (42) (રહેવાસી, મૌલવી સ્ટ્રીટ, સગરામપુરા) સામે રેપ, પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે, પણ તેને કોઈ સંતાન નથી. પોલીસને એવી શંકા છે કે આરોપી અન્ય વિદ્યાર્થિનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોય શકે છે.

Advertisement

મોબાઇલમાં પોર્ન વીડિયો જોઈને ઉત્તેજિત થતો હતો
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો જોઇને ઉત્તેજિત થતો હતો અને ત્યાર પછી બાળકી સાથે તે ખરાબ હરકતો કરતો હતો. હાલમાં પોલીસે ફોનને FSLમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કે તે દિશામાં પોલીસ આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement