For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં શ્વાનના આતંક બાદ નોળિયાનો આંતક- ઘર બહાર રમતી 9 વર્ષીય બાળકીને નોળિયાએ બચકા ભર્યા

06:30 PM Dec 28, 2023 IST | V D
સુરતમાં શ્વાનના આતંક બાદ નોળિયાનો આંતક  ઘર બહાર રમતી 9 વર્ષીય બાળકીને નોળિયાએ બચકા ભર્યા

Noliya Antak in Surat: સુરતમાં એક તરફ ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે જેનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે તો બીજી તરફ સુરતમાંથી આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.ડિંડોલી વિસ્તારમાં એક 9 વર્ષની બાળકીને એક નોળિયો કરડ્યો (Noliya Antak in Surat) હોવાની ઘટના સામે આવી છે. નોળિયાએ કરડતા બાળકીએ બૂમાબૂમ કરી મુકી હતી. તેથી પરિવારજનોએ દોડી જઈ તેને નોળિયાના મોંઢામાંથી છોડાવી હતી અને નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.

Advertisement

ઘર બહાર રમી રહી હતી તે દરમિયાન નોળિયો કરડી ગયો
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી નિધિ આજે પાંડે આજેરોજ પોતાના ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન નોળિયો કરડી ગયો હતો. બાળકીના પગના ભાગે નોળિયો કરડતાં તેણીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી માતા દોડી ગઈ હતી અને દીકરીને બચાવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને કરડયા બાદ સોસાયટીમાં અન્ય લોકોને પણ કરડવાનો નોળિયાએ પ્રયાસ કર્યો હતો.

Advertisement

બીજાને કરડે તે પહેલા નોળિયાને મોતને ઘાટ ઉતાર્યો
ઈજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે, એક નોળિયો આજે સવારે અમારા મહોલ્લામાં દોડી આવ્યો હતો. તે જાણે પાગલ થયો હોય તેમ લોકોને કરડતો હતો. મારી દીકરીના પગમાં નોળિયાએ બચકું ભર્યું હતું. તે મારી દીકરી નિધિનો પગ છોડતો જ નહોતો. મેં દોડી જઈ નોળિયાના મોંઢામાંથી મારી દીકરીનો પગ છોડાવ્યો હતો. મને જોઈ તે ભાગી ગયો હતો. જોકે, બાદમાં નોળિયો બીજા લોકો પર કૂદયો હતો અને કરડવા દોડતો હતો. બાદમાં ભેગા થયેલા લોકોએ નોળિયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ડરના માર્યા અમે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં.

Advertisement

પિતા કામ અર્થે વતન ગયા
ડિંડોલી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં 9 વર્ષીય નિધિ પાંડે પરિવાર સાથે રહે છે. નિધિ હાલ ધોરણ ત્રણના નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા કામ અર્થે વતન ગયા છે. આજે સવારે માતા અને મોટા મમ્મી ઘરે હતા અને નિધિ ઘરની બહાર રમી રહી હતી.ત્યારે આ ઘટના બનતા પરિવારના સભ્યોમાં ચિંતા જોવા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement