For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

SBIના કરોડો ખાતાધારકો મળી મોટી ગિફ્ટ; ખાતું હોય તો જાણવાનું ચૂકી ન જતા

05:43 PM Jun 27, 2024 IST | Drashti Parmar
sbiના કરોડો ખાતાધારકો મળી મોટી ગિફ્ટ  ખાતું હોય તો જાણવાનું ચૂકી ન જતા

SBI FD Interest rate: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના રોકાણકારો માટે મોટા સમાચાર આપ્યા છે. જો તમે ફિક્સ ડિપોઝિટ એટલે કે FDમાં રોકાણ કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પર વ્યાજ(SBI FD Interest rate) દરમાં વધારો કર્યો છે.

Advertisement

બેંકે 180 દિવસથી 210 દિવસો સુધી અને 211 દિવસોથી એક વર્ષ ઓછા પીરિયડવાળી એફડી પર વ્યાજ દર વધાર્યા છે.  SBIએ 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો 15 જૂન, 2024થી લાગુ થઈ ગયા છે. હવે SBIના રોકાણકારો FD પર વધુ નફો મેળવી શકશે. SBIએ અમુક ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (0.25 ટકા) વધારો કર્યો છે. બેંકે એક વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ 180 દિવસથી વધારીને 210 દિવસ અને 211 દિવસ કર્યું છે.

Advertisement

SBI FD દરો -
7 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.50 ટકા; સીનિયર સિટીઝન માટે - 4 ટકા
46 દિવસથી 179 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; સીનિયર સિટીઝન માટે - 6 ટકા
180 દિવસથી 210 દિવસ: સામાન્ય લોકો માટે - 6.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.75 ટકા

Advertisement

211 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7 ટકા
1 વર્ષથી 2 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.80 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.30 ટકા
2 વર્ષથી 3 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; સીનિયર સિટીઝન માટે - 7.50 ટકા
3 વર્ષથી 5 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે -
5 વર્ષથી 10 વર્ષ માટે 7.25 ટકા: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; સીનિયર સિટીઝન માટે - 7.50 ટકા

Advertisement
Tags :
Advertisement
Advertisement