Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાત હાઈકોર્ટમાં બહાર પડી બમ્પર ભરતી; પગાર મળશે લાખોમાં, જાણો આ તારીખ સુધી કરી શકાશે અરજી

03:07 PM May 13, 2024 IST | Chandresh

Gujarat high court recruitment 2024: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રેડ 1 અને ગ્રેડ 2 સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે 6 મેથી ફોર્મ ભરાવાના (Gujarat high court recruitment 2024) શરૂ કરવામાં આવ્યા છે. ઉમેદવારો 26 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો તેમની સતાવાર વેબસાઇટ પર જઈ www.gujarathighcourt.nic.in અથવા http;//hc-ojas.gujarat.gov.in અરજી કરી શકાય છે.

Advertisement

અરજી કરવાની છેલ્લી તારીખ
સ્ટેનોગ્રાફર ગ્રેડની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા તારીખ 6 મેથી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26મી મે નક્કી કરવામાં આવી છે.

વય મર્યાદા
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II ની પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જરૂરી છે. મહત્તમ વય મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ જ રીતે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III ની પોસ્ટ માટે, લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે નહિ.

Advertisement

શૈક્ષણિક લાયકાત
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.

અંગ્રેજી શોર્ટહેન્ડમાં ઝડપ 120 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી.

Advertisement

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.

અંગ્રેજી લઘુલિપિમાં ઝડપ 100 શબ્દો પ્રતિ મિનિટ, કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન.

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 21 થી 40 વર્ષ
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): 21 થી 35 વર્ષ

અરજી કરવાની ફી
OBC અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિમાંથી આવતા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો માટે 750 રૂપિયા ફી રાખવામાં આવી છે. અન્ય તમામ ઉમેદવારો માટે 1500 રૂપિયા ફી રાખવામાં આવી છે.

સેલેરી
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: રૂ 44,900- રૂ 1,42,400 પ્રતિ મહિના અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): રૂ 39,900- રૂ 1,26,600 પ્રતિ મહિના રાખવામાં આવી છે.

જરૂરી ડોક્યુમેન્ટ
તમામ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો
ઉમેદવારનું આધાર કાર્ડ
ઉમેદવારનું પાન કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
સહી
સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વગેરે.

આ રીતે અરજી કરો
ઉમેદવારે સો પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.
'ઓનલાઈન અરજી કરો' લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરો. વધુ જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ રાખો.

Advertisement
Tags :
Next Article