For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસે બોમ્બ ફોડ્યો: અમદાવાદમાં કઈ જમીનમાં 122 કરોડનું કૌભાંડ થયું?

04:13 PM Jan 03, 2024 IST | admin
ગુજરાત કોંગ્રેસે બોમ્બ ફોડ્યો  અમદાવાદમાં કઈ જમીનમાં 122 કરોડનું કૌભાંડ થયું

વિધાનસભામાં વિપક્ષનેતા અમિત ચાવડાએ (MLA Amit Chavda) આજે વિધાનસભા સંકુલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક ચોંકાવનારી વિગતો જાહેર કરી છે જે અનુસાર,  તા.8 ડિસેમ્બર 2023ના દિવસે ઔડાની બોર્ડની બેઠકમાં ચૂપચાપ એક વિવાદિત દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારને અડીને આવેલી મણીપુર ગોધાવીની ટીપી સ્કીમ નંબર 429ના ફાઇનલ પ્લોટ નંબર 287, 289, 302 અને 290ની કુલ 86,193 ચો.મી. જમીન સંસ્કારધામને 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી છે જે જમીન બારોબાર માત્ર નવ મહિના પહેલાં બનેલી બે કંપનીઓને તબદીલ કરવાની વિવાદીત દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

ઔડાએ બનાવેલી મણીપુર ગોધાવીની ટીપી સ્કીમ નંબર 429માં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર (સામાજિક માળખા)ના હેતુ માટેના ચાર પ્લોટ હતા. આ ચાર પ્લોટની જમીન અરજદાર સંસ્થા સંસ્કારધામને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટસ વિષયક હાઇ પ્રફોર્મન્સ સેન્ટર (એચપીસી) તથા સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ( સેન્ટર ફોર એક્સલેન્સ) વિકસાવવા માટે 50 ટકા રાહત દરે ફાળવવા બાબતે રજુઆત કરી હતી. જેથી તા.4 જુલાઇ 2022ના રોજ મળેલી ઔડાની 288મી બોર્ડની બેઠકમાં સંસ્કાર ધામ સંસ્થાને ફાળવવા માટેનો ઠરાવ મંજુર કરાયો હતો.

Advertisement

જેથી જમીન સંસ્કારધામને આપવાનો ઠરાવ કરતાં પહેલાં નિયમ મુજબ, તા.4 જુલાઇ 2022ના રોજ મળેલી કિંમત સમિતીની બેઠકમાં આ ચાર પ્લોટનો બજાર ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. અરજદાર સંસ્થા સંસ્કારધામને કિંમત સમિતીએ નક્કી કરેલા બજાર ભાવના 50 ટકા રાહત સાથે આ ચારેય પ્લોટ ફાળવવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. રાજ્ય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની જોગવાઇઓને અધિન શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ધામને ફાળવવાના થતાં ચાર પ્લોટની કુલ કિંમત રુ.244.48 કરોડ નક્કી કરવામાં આવી હતી. સંસ્કારધામ સંસ્થાને નિયમ મુજબ, 50 ટકા રાહત આપી રુ.122.24 કરોડની કિંમત વસૂલીને આ ચારેય પ્લોટ ફાળવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.8 ઓગસ્ટ 2022ના દિવસે ઔડાએ સંસ્કારધામને પત્ર લખીને 50 ટકા રાહતદરે ચાર પ્લોટ ફાળવવા માટે રુ.122.24 કરોડની રકમ 30 દિવસમાં ભરપાઇ કરવા માટે જણાવ્યું હતુ. આ અંગે સંસ્કારધામ સંસ્થા દ્વારા રુ.122.24 કરોડની રકમ ભરવામાં આવી હતી જેથી ઔડા દ્વારા તા.28 સપ્ટેમ્બર 2022ના રોજ ફાળવણી હુકમ કરવામાં આવ્યો હતો.

Advertisement

ઔડા દ્વારા તા.21 ઓક્ટોબર 2023ના રોજ સંસ્કારધામને ચારેય પ્લોટનો કબજો સોંપવામાં આવ્યો હતો. સંસ્કારધામ સંસ્થા દ્વારા 122 કરોડની માતબર રકમ ઔડામાં જમા કરાવી છતાં પણ આશ્ચર્યજનક રીતે, અરજદાર સંસ્થા સંસ્કારધામ અને ઔડા વચ્ચે 99 વર્ષના ભાડાપટ્ટાથી જમીન આપવા અંગેનું લીઝડીડ કરવામાં આવ્યું ન હતુ. તા.22 નવેમ્બર 2023ના દિવસે સંસ્કારધામ સંસ્થાના ટ્રસ્‍ટી દ્વારા ઔડાને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં તેઓએ સંસ્કારધામની સાથે લીઝડીડ કરવાને બદલે અન્ય બે કંપનીઓ 1. બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન અને 2. નૂતન નિર્માતા ફાઉન્ડેશનના નામે લીઝ ડીડ કરી આપવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ઔડા દ્વારા તા.8 ડિસેમ્બર 2023ના દિવસે આ ચારેય પ્લોટ સંસ્કાર ધામને બદલે આ બે કંપનીઓના નામે લીઝડીડ કરી આપવા અંગેનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.

હવે અહીં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવો જરુરી છે.:

  • આ બંને કંપનીઓ 1. બ્રાઇટ બાલ ગોકુલમ ફાઇન્ડેશન અને 2. નૂતન નિર્માતા ફાઉન્ડેશન માત્ર 9 મહિના પહેલાં જ અસ્તિત્વમાં આવી છે. આ બે કંપનીઓ માર્ચ 2023માં રજિસ્ટર્ડ કરવામાં આવેલી છે. આ બંને કંપનીઓ પાસે માત્ર 10 હજાર રુપિયાનું શેર કેપિટલ દર્શાવેલું છે. સંસ્કારધામ દ્વારા રાહત દરે મળેલા 4 પ્લોટ આ બે કંપનીઓને ગીફ્ટડીડથી આપી રહી છે, જે માટે સંસ્કારધામ દ્વારા તેમની સાથે ગીફ્ટ ડીડ કરવામાં આવી રહ્યું નથી પણ ઔડા પાસે મેળવેલી રાહતદરની જમીનો સીધી ઔડા દ્વારા જ લીઝડીડ આ બે કંપનીઓને કરી આપવામાં આવી રહ્યું છે. આ નરી આંખે દેખાય તેવું કૌભાંડ છે. રાજ્ય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002 મુજબ તો, 50 ટકાના રાહતથી આપેલી જમીન કોઇપણ અન્ય સંસ્થા કે કંપનીને આપી શકાય નહીં. જે નિયમનો ભંગ છે છતાં આ કિસ્સામાં 50 ટકા રાહત સાથે મળેલી જમીન બારોબાર બે ખાનગી કંપનીઓને આપવામાં આવી રહી છે જેની પાછળ આ કંપનીઓ સાથે જોડાયેલા વીવીઆઇપી છે.

  • રાજ્ય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની જોગવાઇ મુજબ, કોઇ શૈક્ષણિક સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે જમીન માગવામાં આવે તો તેવા કિસ્સામાં 50 ટકા રાહત આપવામાં આવે છે તેવા કિસ્સામાં સંસ્કારધામને ચોક્ક્સ સ્પોર્ટસ વિષયક ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે ખાસ કિસ્સામાં સામાજિક માળખાના હેતુના ચાર પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ જેમાં આ જમીનની કુલ કિંમત રુ.244.418 કરોડ થતી હતી પણ તેઓની પાસેથી 50 ટકાની રાહત આપીને તેઓને રુ.122.24 કરોડની રકમ વસૂલીને ચાર પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ કિસ્સામાં સંસ્કારધામને 50 ટકા રાહત એટલે કે, અંદાજે 122.24 કરોડ રુપિયાની રાહત આપીને ચાર પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ આ ચારેય પ્લોટ રાહતદરે મેળવ્યા બાદ બારોબાર બે કંપનીઓને આપી દેવાનું સેટિંગ કરાયું હતુ જેથી નવ મહિના પહેલાં અસ્તિત્વમાં આવેલી બે કંપનીઓને આડકતરી રીતે 122.24 કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો છે અને ઔડાને રુ.122.24 કરોડનું નુકશાન કરાવવામાં આવ્યું છે કેમ કે, લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની જોગવાઇ મુજબ કોઇપણ કંપનીને કોઇ પ્લોટ આપવો હોય તો સીધો આપી શકાતો નથી. બજાર કિંમત નક્કી કર્યા બાદ ઓક્શનથી પ્લોટ આપવાની જોગવાઇ છે. આ કિસ્સામાં તો કંપનીઓને ચાર પ્લોટ આપવામાં આવી રહ્યાં છે જે પ્લોટ ખરેખર તો રાહતદરે સંસ્કાર ધામને ફાળવવામાં આવેલા હતા. આ સંસ્કારધામના ટ્રસ્‍્ટીઓના કહેવાથી ઔડા દ્વારા બારોબાર આ બે
    કંપનીઓને લીઝડીડ કરી આપવામાં આવી રહ્યું છે જે લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસ 2002નો ભંગ છે સાથે આ નરી આંખે જોઇ શકાય તેવો ભ્રષ્ટાચાર છે.

હવે આખો ખેલ સમજાય તેવો છે. સંસ્કાર ધામના નામે 50 ટકા સસ્તા ભાવે સરકારી જમીનો મેળવવામાં આવી હતી પછી આ જમીનોને બારોબાર નવી કંપનીઓ બનાવીને તેમાં ટ્રાન્સફર કરીને 122 કરોડનો ફાયદો મેળવવામાં આવ્યો હતો. આ નવી કંપનીઓ નવ મહિના પહેલાં જ અસ્તિત્વમાં આવેલી છે જેમાં ભાજપના નેતાઓ અને ભાજપના માનીતા ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. સંસ્કારધામને જમીન આપવાને નામે ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ભેગા મળીને સરકારી તિજોરીને 122 કરોડનો ચૂનો ચોપડવાનું કૌભાંડ કર્યું છે. આ પ્રકારે અમદાવાદ શહેરને અડીને આવેલી મણીપુર ગોધાવીની ટીપી સ્કીમ નંબર 429માં કરોડો રુપિયાનો અન્ય કૌભાંડ પણ આચરવામાં આવી રહ્યાં છે. ઓલમ્પિકની મેજબાનીના નામે અત્યારથી જ કરોડો રુપિયાનો ખેલ શરુ કરી દેવાયો છે.

સંસ્કારધામને 50 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળેલી જમીન કઇ કંપનીઓને ફાળવવામાં આવી ફાઇનલ પ્લોટ નંબર / ક્ષેત્રફળ (ચો.મી) / આ કંપનીને ફાળવવા દરખાસ્ત:

1. 287 / 35,664 ચો.મી. / બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન
2. 289 / 14,974 ચો.મી. / બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન
3. 302 / 5,735 ચો.મી. / બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન
4. 290 / 29,850 ચો.મી. / નૂતન નિર્માતા ફાઉન્ડેશન
કુલ / 86, 193 ચો.મી. ( કુલ કિંમત રુ.244,48,69,752)
50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ચૂકવાયેલી રકમ ( કુલ કિંમત રુ.122,24,34,876)

Tags :
Advertisement
Advertisement