For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

48.62% વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી સત્ર બહાર કાઢી ભાજપા સરકારે લોકશાહીમાં બોલવાનો હક જ છીનવી લીધો

04:36 PM Nov 02, 2023 IST | Dhruvi Patel
48 62  વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી સત્ર બહાર કાઢી ભાજપા સરકારે લોકશાહીમાં બોલવાનો હક જ છીનવી લીધો

Sanjay Izawa RTI: UPA (કોંગ્રેસ) દ્વારા 10 વર્ષમાં પોતાના ૨૫ સાંસદોને પણ સત્ર માંથી સસ્પેન્ડ કરીને સત્રની ગરિમા સાચવી હતી, જયારે NDA (ભાજપ) દ્વારા પોતાના એક પણ સાંસદને 9 વર્ષમાં સત્રમાંથી સસ્પેન્ડ કરાયા નથી. ભાજપ દ્વારા 9 વર્ષ માં 93 લોકસભા સાંસદ અને 48 રાજ્યસભા સાંસદને સસ્પેન્ડ કરાયા એમાં ભાજપ દ્વારા 9 વર્ષ માં 54 કોંગ્રેસ સાંસદોને કરાયા સસ્પેન્ડ, પણ કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ ભાજપ સાંસદોની સંખ્યા શૂન્ય છે.

Advertisement

તાજેતરમાં સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ એક RTI(Sanjay Izawa RTI) માં લોકશાહીને ખુબ નુકશાન કારક એક ચોકાવનારી માહિતી બહાર આવી છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા આપવામાં આવેલ આ માહિતી દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે, દેશની જનતા દ્વારા ચુટાયેલ ઘણા સાંસદોને સાંસદ સત્રમાં બેસવાની પણ પરવાનગી નથી. છેલ્લા કેટલા વર્ષોથી ભાજપ સરકાર દ્વારા વિપક્ષી સાંસદોને ટાર્ગેટ બનાવી કલમ ૩૭૪ A, ૨૫૨, ૨૫૪,૨૫૫,૨૫૭, ૨૫૯ અને ૨૬૦ હેઠળ સાંસદોને સસ્પેન્ડ કરવાની અને એમનો અવાજ દબાવવાની કોશિશ થઇ રહી છે.(Sanjay Izawa RTI)

Advertisement

ભાજપ સરકાર ૧ અને ૨ દ્વારા વર્ષ ૨૦૧૪ થી આજ દિન સુધી લોકસભામાં ૯૩ જેટલા વિપક્ષી સાંસદો અને રાજ્ય સભામાં ૪૮ જેટલા સાંસદોને અલગ અલગ સમય ગાળામાં સસ્પેન્ડ કરવામાં આવેલ છે. લોકસભાના ૫૪૫ અને રાજ્યસભાના ૨૪૫ સાંસદો મળીને બંને સત્રમાં ૭૯૦ જેટલા સાંસદો છે. ફૂલ બેઠકના ૧૭.૮૫% જેટલા સાંસદોને ભાજપ સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષમાં સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

Advertisement

કોંગ્રેસ સરકાર ૧ અને ૨ થઈને વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૧૪ સુધીના કાર્યકાળમાં લોકસભામાં ફૂલ ૩૬ અને રાજ્ય સભાના ૭ જેટલા મળીને ૪૩ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા. જે માંથી ૨૫ જેટલા લોકસભાના સાંસદો પોતાનો પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદો હતા. એટલે કે સસ્પેન્ડ કરવામાં આવેલ વિપક્ષી સાંસદોની સંખ્યા ફક્ત ૧૮ જેટલા છે. કોંગ્રેસ દ્વારા બંને સત્રના ૭૯૦ જેટલા સાંસદો પૈકી ૧૮ જેટલા વિપક્ષી સાંસદોને ૧૦ વર્ષમાં સસ્પેન્ડ કરવામાં આવેલ હતા જેની ટકાવારી ૨.૨૮% થાય છે. પણ ભાજપ દ્વારા છેલ્લા ૯ વર્ષમાં ૭૯૦ જેટલા સાંસદો પૈકી ૧૪૧ જેટલા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા જેની ટકાવારી ૧૭.૮૫% થાય છે.

વર્ષ ૨૦૧૯ માં ભાજપ ગઠબંધન દ્વારા ફૂલ ૩૫૩ સીટ પર વિજય મેળવીને લોકસભામાં સત્તા પર આવેલ છે. વિપક્ષ માં ૧૯૨ જેટલા સાંસદો છે, રાજ્યસભા માં હાલ ૯૮ જેટલા વિપક્ષી સાંસદો છે એટલે કે ફૂલ ૨૯૦ જેટલા વિપક્ષી સાંસદો પૈકી છેલ્લા ૯ વર્ષમાં ૧૪૧ જેટલા સાંસદોને કોઈ ના કોઈ કારણ થી સસ્પેન્ડ થઇ ચુક્યા છે. જેની ટકાવાળી ૪૮.૬૨% થાય છે, જે એક ગંભીર બાબત છે. ૧૫ કરોડથી પણ વધારે મતદારો દ્વારા મત આપીને ચુંટીને આવનાર સાંસદને લોકોનો અવાજ બનીને લોકસભા અને રાજ્યસભાના સત્રમાં બોલવાનો પણ અધિકાર હવે સમાપ્ત થઇ ચુક્યો છે.

Advertisement

કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ થયા ?

લોકસભામાં ફૂલ 93 સાંસદો
Indian National Congress INC – 43
All India Anna Dravida Munnetra Kazhagam AIADMK- 34
Telugu Desam Party TDP- 14
Yuvajana Shramika Rythu Congress Party YSRCP- 1
Aam Aadmi Party AAP- 1

રાજ્યસભામાં ફૂલ 48 સાંસદો
All India Trinamool Congress party AITC- 14
Indian National Congress INC – 11
Aam Aadmi Party AAP- 6
Communist Party of India (Marxist) CPI(M)- 5

Dravida Munnetra Kazhagam DMK-5
Bharat Rashtra Samithi BRS- 3
Communist Party of India CPI-2
Shiv Sena SS- 2 નું સમાવેશ થાય છે.

રાજ્યસભામાં સૌથી વધુ વખત સસ્પેન્ડ કોણ થયા ?

1). સંજય સિંહ :-
તેઓ દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપે છે. સંજય સિંહ સૌથી વધારે 3 વખત (2020,2022,2023) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયા હતા.

2). સંતનુ સેન :-
તેઓ એક ભારતીય ડૉક્ટર અને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે તેઓ એક થી વધારે 2 વખત (2021, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

3). ડોલા સેન :-
એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળથી રાજ્ય સભા સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

4). ડેરેક ઓ'બ્રાયન :-
એક ટેલિવિઝન વ્યક્તિત્વ અને ક્વિઝ માસ્ટર છે. તેઓ પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં સંસદસભ્ય અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

5). ઈલામારામ કરીમ :-
ટ્રેડ યુનિયનિસ્ટ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. હાલમાં તેઓ કેરળ માંથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

6). રિપુન બોરા :-
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય હતા, તેઓ આસામ માંથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ એક થી વધારે 2 વખત (2020, 2021) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

7). શાંતા છેત્રી :-
એક ભારતીય રાજકારણી છે , તેઓ પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં સંસદસભ્ય અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે. તેઓ એક થી વધારે 2 વખત (2021, 2022) રાજ્યસભા માંથી સસ્પેન્ડ થયેલ છે.

બાકીના તમામ સાંસદ સભ્યો એક એક વખત સદનમાંથી સસ્પેન્ડ થયેલ છે.

Tags :
Advertisement
Advertisement