For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવવાનું આમંત્રણ સ્વીકારતા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક

11:43 AM Jun 24, 2024 IST | V D
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવવાનું આમંત્રણ સ્વીકારતા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક

Vadtaldham Bicentenary Festival: વડતાલધામને આંગણે આગામી 7 થી 15 નવેમ્બર, 2024 સુધી અતિ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં વડતાલના સંતો ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા વડતાલના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામી સહિતના વરિષ્ઠ સંતો NRI ભક્તોને મહોત્સવમાં વડતાલ પધારવા નિમંત્રણ(Vadtaldham Bicentenary Festival) પાઠવવા હાલ લંડન UK તથ અમેરિકાના સત્સંગ યાત્રા પ્રવાસે છે ત્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત લીધી હતી.

Advertisement

તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, ચેરમેન દેવ સ્વામી, માધવપ્રિય સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી વગેરે સંતો અમેરિકા અને લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે.

Advertisement

Advertisement

ઋષિ સુનકને પાઠવ્યું આમંત્રણ
ગતરોજના શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર, હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી અને માધવપ્રિય સ્વામી છારોડીએ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સભા બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત હતા. તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે અને કહ્યુ હતુ કે, આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે.

ઋષિ સુનકે આભાર વ્યક્ત કર્યો
ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભગવાન અને સંતોના આશીવાર્દ મેળ્યા હતા. આપ સહુનો સ્નેહ મળ્યો, મારો ઉછેર મંદિરના ઉષ્મા ભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે, આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે. આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Advertisement

સંતોએ શ્રીહનુમાનજીની પ્રતિમા અર્પણ કરી
સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું હતું કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મુર્તી મારી સામે રાખીશ અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મુર્તી મારી સામે રાખીશ. અંતમાં સંતો ભક્તોએ સાથે સેલ્ફી લઈને વિદાય લીધી હતી.

Tags :
Advertisement
Advertisement