For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતીઓને મળશે કાળઝાળ ગરમીથી રાહત? રેમલ વાવાઝોડું કરી જશે કમાલ? જાણો શું કહે છે અંબાલાલ

06:28 PM May 27, 2024 IST | Drashti Parmar
ગુજરાતીઓને મળશે કાળઝાળ ગરમીથી રાહત  રેમલ વાવાઝોડું કરી જશે કમાલ  જાણો શું કહે છે અંબાલાલ

Remal Cyclone: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે હવામાન અંગે આગાહી જાહેર કરી છે. છેલ્લા 24 કલાકમાં આણંદ અને વલ્લભ વિધ્યાનગરમાં હીટવેવ(Remal Cyclone) નોંધાયુ છે. આ સાથે અમદાવાદમાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના કેટલાક તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની પણ આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પાંચ દિવસ માટે રાજ્યના હવામાન અંગેની આગાહી આપી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. વધુમાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Advertisement

જેમા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતના હવામાનમાં આવતીકાલથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેમ પણ જણાવ્યુ છે.

Advertisement

રેમલ વાવાઝોડા વિશે કહેતા તેમણે જણાવ્યું કે રેમલ વાવાઝોડું ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મેથી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે તેવી શક્યતાઓ છે. કારણ કે આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. જેના કારણે તાપમાન નીચું જશે. 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધી વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement