Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જામનગરમાં ઝાકમઝોળ: અનંત-રાધિકાની પ્રીવેડિંગ સેરેમનીના ફંકશનમાં દેખાશે ભારતીય વારસાની ઝલક, જુઓ વિડીયો

06:34 PM Feb 29, 2024 IST | V D

Anant Radhika Wedding: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. અંબાણી પરિવારના મોટા પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. અનંત અને રાધિકાના પ્રી-વેઈડિંગ(Anant Radhika Wedding) સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યાં છે. જેના પલગે 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ હાલ જામનગર પહોંચી રહી છે.

Advertisement

નજારો જોઈ વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા
જણાવી દઈએ કે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગના આ ભવ્ય ઈવેન્ટનું આયોજન 'રિલાયન્સ ગ્રીન્સ'માં કરવામાં આવશે. જે કરોડો એકરમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મિલકત છે. રિલાયન્સ ગ્રીન્સનો ભવ્ય દરવાજો આ વીડિયોમાં જોઈ શકાય છે. જેના પર રિલાયન્સનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ રિલાયન્સ ગ્રીન્સની અંદરની સજાવટનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આખી પ્રોપર્ટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. આ સિવાય પણ એરપોર્ટ પર રિલાયન્સની કાર્સનો કાફલો સ્ટેન્ડબાય પર છે. તેમજ સ્પેશિયલ સિક્યોરિટી પણ ખડેપગે છે. જામનગર એરપોર્ટ પર ઊતરતાની સાથે જ મહેમાનોનું ગુજરાતી સ્ટાઈલમાં રાસગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ નજારો જોઈ વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આ પ્રસંગને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. કેટલાક મહેમાનો તો કલાકારો સાથે સેલ્ફી પણ લેતા જોવા મળ્યા હતા.

Advertisement

વીવીઆઈપી માટે ટાઉનશિપની અંદર 150 બંગલાઓ બનાવાયા
રિલાયન્સ ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના વીવીઆઈપી લોકોને રહેવા માટે રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. આ અંતર્ગત ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે. અતિ આધુનિક સુવિધા ધરાવતા આ બંગલાઓમાં વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોનો ઉતારો હશે.

બંગલાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ
દેશ-વિદેશના રાજનેતાઓ ઉપરાંત કંપનીઓના માલિકો, ધર્મગુરુઓ, ફિલ્મજગતની હસ્તીઓ અને ક્રિકેટજગતની સેલિબ્રિટી આવવાની હોવાથી તેમના રહેવા માટે છેલ્લા બે માસથી રિલાયન્સ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બાંધવામાં આવ્યા છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે. આ વીવીઆઈપી લોકો શાંતિથી પ્રસંગ માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્નના થવાના છે.

Advertisement
Tags :
Next Article